સ્માર્ટ સીટીના લપેડા પાછળનો અસલી ચહેરો..!!

MailVadodara.com - The-real-face-behind-the-cover-of-Smart-City


વડોદરાના શાસકો આધુનિકતા દોડમાં હયાત સુવિધાઓ સાચવવાનું પણ ભુલી ગયા છે. સર સયાજીરાવ ગાયકવાડે નગરજનોની સુખકારી માટે વડોદરાને અમુલ્ય ભેટનો ખજાનો આપ્યો છે. કમાટીબાગ આવી અમુલ્ય ભેટ પૈકી એક છે. જો કે આજના દંભી શાસકોને આવી અમુલ્ય ભેટની પરવાહ નથી. કમાટીબાગમાં બેસવાના બાંકડાના ઠેકાણા નથી. જર્જરીત બાંકડા પર કોઈ બેસે કેવી રીતે..? મેયર પિન્કી સોની, હમેંશા વિવાદમાં રહેતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી અને ડે. મેયર ચિરાગ બારોટ સહિત શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ સહિત કાઉન્સિલરોએ સંગઠનની મિટિંગ એક વાર આ બાંકડે બેસીને કરવી જોઈએ તો ખ્યાલ આવે કે સ્માર્ટ સિટીના ભ્રામક મેક અપના લપેડા પાછળ અસલી ચહેરો કેવો છે..?


Share :

Leave a Comments