સાયકલ બજારના દબાણો ટ્રાફિક પોલીસે દૂર કરાવ્યા

મદનઝાંપા રોડ પર ઘર કરી ગયેલા..

MailVadodara.com - The-pressures-of-the-bicycle-market-were-removed-by-the-traffic-police

- પો. ઈ ગમારા અને તેમની ટીમે સડક અને ફૂટપાથ ખુલ્લા કરાવતા  રાહદારીઓને રાહત


વડોદરા શહેરમાં દબાણોની વિકટ સમસ્યા દૂર કરવા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી.

    વડોદરા શહેરમાં દબાણો ની સમસ્યા વિકટ બનતી જાય છે. ખાસ કરીને જુના શહેર વિસ્તારમાં ફૂટપાથ પર અને સડકો પર લારી ગલ્લા તથા પથારાના દબાણો તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે.  એમાં પણ મદનઝાંપા રોડ પર ઘર કરી ગયેલા  સાયકલ બજારના દબાણો હટાવ્યા બાદ વારંવાર ઉભા થઈ જાય છે. અહીં પગપાળા જવુ એ પણ જોખમ બને છે. આ દરમ્યાન ટ્રાફિક વિભાગના પો. ઈ. ગમારા અને એમની ટીમે આજે સાયકલ બજારના દબાણો દૂર કરાવ્યા હતા. સડકો પર ખડાકાયેલી સાયકલોના દબાણો પોલીસે દૂર કરાવ્યા હતા.


પોલીસે સાયકલ બજારના  દબાણો સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારો પૈકી નો એક વિસ્તાર છે. જયારે ભૂતકાળમાં અહીં દબાણો ને કારણે નાના-મોટા અકસ્માતો તોફાનો માં પણ પરિવર્તીત થઈ ચુક્યા છે. જો કે પાલિકાના દબાણ શાખાની આંખ આડા કાન કરવાની નીતિના કારણે અહીં દબાણો ઘર કરી ગયા છે.

Share :

Leave a Comments