વૃંદાવન ચાર રસ્તાથી હાઈવે સુધીના લારી, ગલ્લા પથારાવાળાઓએ ઊભા કરેલાં દબાણો દૂર કરાયાં

આડેધડ ભરાતા શુક્રવારી બજાર પર ફરી દબાણ શાખાની ટીમે લગામ લગાવી

MailVadodara.com - The-pressure-created-by-lorries-galla-patharawalas-from-Vrindavan-Char-Road-to-the-highway-was-removed

- પાલિકાની દબાણ શાખાએ એક ટ્રક ભરી સામાન જપ્ત કર્યો

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ આજે આડેધડ રીતે ભરાતી શુક્રવારી બજાર પર લગામ લગાવી હતી અને નિર્ધારિત કરેલ જગ્યામાં જ અહીં પથારાવાળાઓને બેસવા દેવામાં આવ્યા હતા.

ગળનાળા પોલીસ ચોકીથી રિમાન્ડ હોમ સુધી શુક્રવારી બજાર માટે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે. પરંતુ અહીં ખૂબ મોટી સંખ્યામાં પથારાવાળા આવી જતા હોય છે. તેમજ ભૂતડી ઝાંપા પેટ્રોલ પંપથી કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પણ પથારા લગાવતા હોવાથી અહીં આવેલ બે શાળામાં અભ્યાસ કરતા બાળકોના જીવ માટે પણ જોખમરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને ધ્યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે આજે ગરનાળા પોલીસ ચોકીથી રિમાન્ડ હોમ સુધી નિર્ધારિત કરેલ જગ્યામાં પથારાવાળાઓને બેસવા દીધા હતા. જેથી કેટલીક જગ્યાએ પથારાવાળાઓ અને દબાણ શાખાના સ્ટાફ વચ્ચે જડભડ થઈ થવા પામી હતી. તેવી જ રીતે બીજી તરફ કોર્પોરેશને વાઘોડિયા રોડ-વૃંદાવન ચાર રસ્તાથી હાઈવે સુધીના માર્ગ પર હંગામી દબાણ ઊભું કરનાર લારી, ગલ્લા, પથારાવાળાઓનો એક ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો.

Share :

Leave a Comments