શહેર ભાજપમાં એકડો કાઢવાનું રાજકારણ ચરમસીમાએ..!

"પાડા પાડા લઢે અને ઝાડ નો ખોળો નીકળે..!"

MailVadodara.com - The-politics-of-uniting-the-city-BJP-is-at-its-peak

- આજે સાંજે સયાજીગંજમાં વૈભવી હોટેલમાં એક સમયના વિરોધીઓ ભેગા થશે..! 

- જૂથબંધીમાં અહમના  રાજકારણે શહેર ભાજપમાં તડા પાડ્યા..!

- જૂથબંધીને વેગ આપવામાં એક મૃદુભાષી નેતાની ભૂમિકા ચર્ચાનો વિષય

વડોદરા શહેર ભાજપમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે. સક્રિય રાજકારણીઓ અને સત્તા વિમુખ થયેલા કેટલાક નેતાઓએ સંગઠનના એક નેતા સામે મોરચો માંડ્યો છે. આજે સાંજે વિરોધી જૂથ સયાજીગંજની વૈભવી હોટેલમાં ભેગા થવાના છે.

    શહેર ભાજપ વિરૂદ્ધ ભાજપની સ્થતિએ પ્રદેશને ચિંતામાં મૂકી દીધું છે. જૂથબંધી એટલી હદે વધી ગઈ છે કે કોણ કોની સાથે છે એ કળવું મુશ્કેલ છે. આધારભૂત માહિતી મુજબ સંગઠનના એક નેતા સામે એક હથ્થું શાસનના આક્ષેપો સાથે એક જૂથ મેદાનમાં ઉતર્યું છે. જો કે જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી. વિરોધી જૂથમાં બે થી ત્રણ ધારાસભ્યો અને પાલિકાના બે હોદ્દેદારો સહિત કેટલાક સંગઠનના વોર્ડ કક્ષાના હોદેદારો સામેલ છે. આ જૂથની આગેવાની એક મહિલા નેતા કરતાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વિરોધી જૂથની સંખ્યા વધારવા કાઉન્સિલરો થી માંડી વોર્ડ કક્ષાના હોદ્દેદારોને ખાસ ફોન કરી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. રાજકારણ માં વિરોધ વંટોળએ સામન્ય બાબત છે, પરંતુ વિરોધ જાહેર થવા માંડે ત્યારે નુકશાન પક્ષને જ થાય છે અને એમાં પણ શિસ્તના પક્ષ ગણાતા ભાજપમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તેની દૂરોગામી અસર આગામી પાલિકાની ચૂંટણી પર પડશે એ નક્કી છે. 


 રાજકારણ માં સ્વાર્થ સર્વોપરી છે એ સનાતન સત્ય છે. રાજકારણમાં સબંધો સ્વાર્થ પૂરતા જ સીમિત હોય છે. એક સમયે ચૂંટણી પહેલાં સંગઠનના નેતા સાથે ભાઈચારો દાખવનારા એક દાવેદાર આજે એ જ નેતાના વિરોધમાં છે. સંગઠનના નેતાના વિરોધમાં જૂથબંધી કેમ થઈ રહી છે એની પાછળનું કારણ સંગઠનનું એક હથ્થું શાસન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાજપમાં પક્ષના નિર્ણયને શિરોમાન્ય કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્યારે જેનો વિરોધ થઈ રહ્યો હોય એની સફળતાને પ્રાધાન્યતા આપવામાં આવે તો શું થાય..? જૂથબંધીની માયાજાળમાં કાઉન્સિલરો અને કાર્યકરોનો મરો થાય છે. આવા લોકોની હાલત "પાડા પાડા લઢે અને ઝાડ નો ખોળો નીકળે" એવી થાય છે. 

         બીજી તરફ જૂથબંધીને  હવા આપવામાં સંગઠનના જ એક મૃદુભાષી નેતાની ભૂમિકા ચર્ચા નો વિષય બન્યો છે. ટૂંકાગાળામાં ભાજપના રાજકારણમાં આગલી હરોળમાં આવતા આ નેતા મીઠું મીઠું બોલવામાં પ્રભુત્વ ધરાવે છે. આ નેતા નો ઈતિહાસ એવો છે કે જેણે એમના પર ભરોસો કર્યો એને કડવો અનુભવ જ થયો છે. દહી અને દૂધ બને માં પગ મૂકતા આ નેતા ઉગતા સૂરજ ને પુજવાનું માને છે. સામાન્ય કાર્યકર થી ધન કુબેર બનવાની સફરમાં  આ નેતાને પણ ઉચા હોદ્દાની લાલસા જાગી છે. 

     આજની આમ તો ગુપ્ત રાખવામાં આવી હતી.જો કે મીટીંગ જાહેર થઈ જતાં મિટિંગમાં જવા ઈચ્છતા કાર્યકરો અને નેતાઓ અવઢવમાં છે. પ્રદેશના નેતાઓ આ મીટીંગ પર નજર રાખશે એ નક્કી છે તો મિટિંગમાં જનારા કેટલાક નેતાઓ 'ખબરી લાલ'ની ભૂમિકા ભજવે તો નવાઈ નહી. ગુપ્તચર વિભાગ પણ આ મીટીંગને ધ્યાનમાં રાખી શકે છે.

Share :

Leave a Comments