યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પૈસાની લેતીદેતી બાબતે મિત્રોએ જ મિત્રનું કાસળ કાઢ્યું હતું

ડભોઇના પુડા ગામના યુવકનો સીમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો

MailVadodara.com - The-murder-of-the-young-man-was-solved-the-friends-had-killed-the-friend-in-the-matter-of-taking-the-money

- પોલીસે હત્યા કરનાર બંને આરોપીને કરજણ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા


વડોદરા જિલ્લાના ડભોઈના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં ડભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પૈસાની લેતી દેતી બાબતે મિત્રોએ જ હત્યા કરી હોવાનું સામે આવતાં તાત્કાલિક પોલીસે હત્યા કરનાર મિત્રોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


આ બનાવમાં હત્યા કરનાર કોણ છે તે દિશામાં તપાસ કરતા પોલીસે મૃતક યુવકની પત્ની અને ગ્રામજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવક તેઓના મિત્ર સાથે રાત્રે ગયો હતો અને તેને પત્નીને કોલ ન કરવા કહ્યું હતું. આ મામલે વડોદરા ગ્રામ્ય એલસીબી અને પોલીસની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સ આધારે તેના મિત્રોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં હત્યા કરનાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. મિત્રને કરજણ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લઈ પૂછપરછ કરતા હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.


આ અંગે Dy.SP આકાશ પટેલે જણાવ્યું હતું કે, ડભોઈ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં હસમુખભાઈ ભાવિનભાઈ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પત્નીને તારીખ 20ની સાંજે સાતથી આઠ વાગ્યાના સમયમાં કહીને નીકળ્યો હતો કે, હું આવું છું મને કોલ ન કરતા. ઘણો સમય વિતી ગયા પછી પણ પરત ન ફરતા તેઓનો કોલ બંધ આવ્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે ન મળતા આખરે સવારે તેઓના ખેતર પાસેથી લાશ મળી આવી હતી. આ બાબતે તપાસ કરતા તેઓના મિત્ર મિતેશ વસાવા સાથે સંપર્કમાં હતા અને સાથે નોકરી કરતા હતા. બંને વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે આ મિત્રોએ અન્ય મિત્રની મદદ લઈ હત્યા કરી નાખી હતી.

Share :

Leave a Comments