બાંધકામ અને ઔદ્યોગિક એકમોના મજૂરોને બપોરે ૧થી ૪ રીશેષ આપવા સંદર્ભે પાલિકાએ જાહેરનામું પાડ્યું

હિટવેવને ધ્યાનમાં રાખીને વડોદરા પાલિકા દ્વારા લોકોને જરૂરી માર્ગદર્શન અપાયુ

MailVadodara.com - The-municipality-issued-an-announcement-regarding-giving-residuals-from-1-to-4-pm-to-the-laborers-of-construction-and-industrial-units

- કોર્પોરેશનના તમામ હેલ્થ સેન્ટરો બપોરે ચાલુ રાખશે, મફત ORS પેકેટ પણ અપાશે


વડોદરા મહાનગરપાલિકાએ હિટવેવને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી માર્ગદર્શન આપી અગત્યની સૂચનાઓ જાહેર કરી છે.

રાજ્યના વિવિધ શહેરોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના પગલે ૫ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હિટવેવને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, શહેરમાં ૩૪ જેટલા જાહેર સ્થળો પર વોટર કૂલર કાર્યરત કરવામાં આવશે. શહેરના તમામ હેલ્થ સેન્ટરો બપોરના સમયમાં ચાલુ રાખવામાં આવશે. દરેક સેન્ટર પર  મફત ઓઆરએસ  ઉપલબ્ધ કરાવવામાં આવશે, તથા ક્વોલિફાઇડ ડોકટર્સ ઉપલબ્ધ રહેશે. મહાનગરપાલિકાના તમામ વિભાગોના કોન્ટ્રાકટરોએ બપોરે ૧ થી ૪ દરમ્યાન મજૂરોને રીશેષ આપવાની રહેશે. બાંધકામ અને ઔદ્યોગિક એકમોના મજૂરોને પણ બપોરે ૧ થી ૪ રીશેષ આપવા સંદર્ભેનું જાહેરનામું બહાર પાડીને તે લાગુ કરાશે. શહેરના તમામ હેલ્થ સેન્ટરો કૂલ પેક ઉપલબ્ધ રાખવામાં આવશે. દરેક ઝોનમાં ૩ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા મફત ઓઆરએસ સાથે પાણીની પરબો કાર્યરત કરવામાં આવશે.


ડો. શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ હીટ સ્ટ્રોક કે હીટ એકઝોશન થાય તેવા સંજોગોમાં દર્દીને ઠંડા પાણીથી પલાળેલા ટુવાલ અથવા તો બરફના છીણ ભરેલો ટુવાલમાં લપેટી તાત્કાલિક દવાખાને શિફટ કરવા કહ્યું છે.  રાજ્યના વિવિધ શહેરોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સંદર્ભમાં ૫ દિવસ હીટ વેવની આગાહી કરેલી છે. જેમાં વડોદરા શહેરમાં પણ ૪૪ ડિગ્રી તાપમાન લીધે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ હોઇ ગરમીને લગતા રોગો થવાની શક્યતાઓ રહેલી છે, એમ સ્થાયી સમિતિના ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે.

Share :

Leave a Comments