- ભૂલ થી કોઈક વાર નામ પૂરતી કાર્યવાહી કરી અધિકારીઓ છાતી ફુલાવે છે..!
- કમિશનરને વિડીયો જોયા પરંતુ કોઈ પ્રતિક્રિયા આપી નહીં..!
વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે. પાલિકાના અધિકારીઓના પાપે શહેરમાં સમસ્યાઓ વિકરાળ મ્હોં ફાડી ઉભી રહે છે. પાલિકાની વડી કચેરી નજીક દબાણ શાખાના વાહનોનું દબાણ અને ફ્રૂટ બજારના વેપારીઓનું દબાણ રાહદારીઓ માટે મુસીબત ઉભી કરે છે.
વડોદરા શહેરમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે રોડ પર થતા દબાણો ની છે. પાલિકાના દબાણ શાખાના અધિકારીઓના પાપે શહેરમાં દબાણો દૂર થાય એમ લાગતું નથી. મેયર નિલેશ રાઠોડ સહિત હોદેદારો અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ સહિત અધિકારીઓ જ્યાં બેસે છે એ ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની વડી કચેરી પાછળ દબાણો તંત્રની ઈચ્છા શક્તિ ની ચાડી ખાય છે. ફ્રૂટ ના વેપારીઓ દુકાનની બહાર રોડ પર પથરા નાંખી દબાણ કરે છે. વહેલી સવારથી આખો દિવસ સુધી દબાણો યથાવત રહે છે. રોડ ની બંને તરફ આડેધડ ફ્રૂટ ના બોક્ષ મુકી બિન્દાસ્ત દબાણો કરવામાં આવે છે. અહીં લિટલ ફ્લાવર્સ સ્કૂલ આવેલી છે. આથી વિશેષ બંને તરફ રોડ પહેલાથી જ સાકડો છે. નવાપુરા પોલીસ સ્ટેશન પણ નજીક છે. જો કે અહીં થી પસાર થતી PCR કે પો. ઈ. ની જીપ માંથી આ દ્રશ્યો નજરે નહીં પડતાં હોય.
જે દબાણ શાખાની આ દબાણો દૂર કરવાની જવાબદારી છે એ દબાણ શાખાના વાહન ચાલાવતા ડ્રાયવરો દાદાગીરી કરી ગમે ત્યા ટ્રક ઉભા કરી દે છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જ્યાં બેસે છે એ કચેરી સામે જ ટ્રાફિક થી ધમધમતા રાજમહેલ રોડ પર દબાણ શાખાના આ ડ્રાયવર ને કોઈ ની પરવાહ નથી. રાજમહેલ રોડ પર બિન્ધાસ્તથી મસ મોટો ટ્રક સાંકડા રોડ પર વચ્ચો-વચ ઉભા કરી ડ્રાયવરો જાણે દિલીપ રાણા અને મંગેશ જયસ્વાલ ને પડકારતા હોય એમ લાગે છે.
પાલિકાના રેઢીયાળ તંત્રના બંને વિડીયો અમે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને મોકલ્યો પરંતુ કોઈ જવાબ ના આવ્યો.
આમ મ્યુનિસિપલ કમિશ્રરે બંને વિડીયો જોયા બાદ પણ તેમના તરફથી કોઈ રીએક્શન ના આવ્યું.