મકાન માલિકે ડિપોઝિટ પરત આપવાનો ઇનકાર કરતાં વિદ્યાર્થિની મુશ્કેલીમાં મુકાઇ, અભયમે પાઠ ભણાવ્યો!

નવસારીની વિદ્યાર્થિનીએ છ માસ અગાઉ ગોરવા વિસ્તારમાં ભાડા કરારથી રૂમ રાખી હતી

MailVadodara.com - The-landlord-refused-to-return-the-deposit-the-student-got-into-trouble-Abhayam-taught-a-lesson

- વિદ્યાર્થિનીએ મકાન માલિકને વારંવાર આજીજી કરવા છતાં ન માનતા વિદ્યાર્થિનીએ અભયમની મદદ લીધી, અભિયમે ભાડા કરાર મુજવ વ્યવહાર કરવા કહ્યું

- વિદ્યાર્થિનીની પરીક્ષા હોવાથી તેની માતા બે દિવસ રોકાવા માટે આવી હતી, તેના 3 હજાર રૂપિયા અલગથી ખર્ચાના કાપવા પડશે તેમ પણ મકાન માલિક કહેતો હતો

વડોદરા શહેરમાં અવારનવાર અભયમ 181 હેલ્પલાઇન ખૂબ જ અસરકારક નીવડી છે અને મહિલાઓ, યુવતીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદ રૂપ બની છે. ત્યારે ગોરવા વિસ્તારમાં છેલ્લા 6 માસથી કરાર પર રહેતી વિદ્યાર્થિની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા બાદ મકાન માલિક દ્વારા ડિપોઝિટ પરત ન આપતા અભયમની મદદથી ડિપોઝિટ પરત મળતા અભયમનો આભાર માંગ્યો હતો.

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી અને મૂળ નવસારીની રહેવાસી વિદ્યાર્થીની છ માસ અગાઉ જનરલ નોલેજના કલાસ કરવા આવી હતી. આ વિદ્યાર્થિની મકાન ભાડે રાખી ભાડા કરાર આધારિત 6 હજાર રૂપિયા ડિપોઝિટ આપી હતી. સમય મર્યાદા પૂર્ણ થતાં વિદ્યાર્થિનીને મકાન માલિક ડિપોઝિટ માટે બહાનાબાજી કરતો હતો. વિદ્યાર્થિનીની પરીક્ષા હોવાથી તેની માતા બે દિવસ માટે રોકાઇ હતી, જેના ત્રણ હજાર રૂપિયા અલગથી ખર્ચાના કાપવા પડશે, તેવું મકાન માલિક કહેતો હતો.

આ બાબતે વિદ્યાર્થિની મધ્યમવર્ગીય હોવાથી મુશ્કેલીમાં મુકાઈ હતી અને ડિપોઝિટની પુરી રકમ મેળવવા વારંવાર આજીજી છતાં મકાન માલિક માનવા તૈયાર ન થતા આખરે વિદ્યાર્થિનીએ 181 અભયમની મદદ મેળવી હતી. આ સ્થળે અભયમની ટીમ પહોંચી મકાન મલિક અને વિદ્યાર્થિની વાત સાંભળી હતી.

અભયમની ટીમે મકાન માલિકનું કાઉન્સિલિંગ કરી નક્કી કરેલ ભાડા કરાર મુજવ વિદ્યાર્થિની સાથે વ્યવહાર કરવા માટે કહ્યું હતું. ત્યારે અભયમે મકાન માલિકને ભાડા કરાર પ્રમાણે ડિપોઝિટ પરત કરવા કહેતા આખરે મકાન માલિકે વિદ્યાર્થિનીની ડિપોઝિટની પૂરતી રકમ પરત કરી હતી. જેથી અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અભયમે આ મકાન માલિકને અન્ય સાથે આવું ન કરવા જણાવ્યું હતું.

Share :

Leave a Comments