- લિસ્ટેડ બુટલેગર પકિયો ઉર્ફે પ્રકાશ દીપ ટોકીઝ રોડ પર આવેલ ખુલ્લા મેદાનમાં ઘણા સમયથી સરકારી જગ્યામાં દબાણ કરી શેડ બાંધી પોતાના પરિવાર સાથે રહેતો હતો
તાજેતરમાં જ વડોદરા પોલીસ દ્વારા ગુનેગારોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને રીઢા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારના લિસ્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે પકિયાનું ગેરકાયદે દબાણ ફતેગંજ પોલીસે પાલિકાની દબાણ શાખાની ટીમને સાથે રાખીને તોડી પાડ્યું છે.
વડોદરામાં ફતેગંજ પોલીસની ટીમે સ્ટાફના પાલિકાના સ્ટાફને સાથે રાખીને ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યામાં દબાણ કરી શેડ બાંધી રહેતો લિસ્ટેડ બુટલેગર પકિયો ઉર્ફે પ્રકાશ રૂપસિંગભાઇ ઓડ (રહે. એ-17, શ્રીરામ નગર ધરમસિંહ દેસાઈ રોડ, નવાયાર્ડ, વડોદરા)એ દીપ ટોકીઝ રોડ પર આવેલ સરકારી ગોડાઉન સામે આવેલ ખુલ્લા મેદાનમાં ઘણા સમયથી સરકારી જગ્યામાં દબાણ કરી શેડ બાંધી પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તેની વિરુદ્ધ પ્રોહીબિશનના કેસો તેમજ પાસા અટકાયત પણ કરવામાં હતો તેમ છતાં પ્રકાશ ઉર્ફે પકીયાએ પોતાની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલુ રાખી હતી, જેથી ફતેગંજ પોલીસ દ્રારા દબાણ શાખાની ટીમને સાથે રાખી પ્રકાશ ઉર્ફે પકીયાનુ સરકારી જગ્યામાં આવેલ દબાણ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા આદેશ આપીને રાજ્યની તમામ પોલીસને 100 કલાકની અંદર રીઢા ગુનેગારની યાદી તૈયાર કરીને મોકલાવા આદેશ કર્યો હતો. જેને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા યાદી તૈયાર કરીને 825 ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. જેમાં સૌથી વધુ 377 બુટલેગરોમાં સમાવેશ થતો હતો. જેથી વડોદરા પોલીસે ગુનેગારોના દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુનેગારોની યાદીમાં કુલ 825 ગુનેગારોનો સમાવેશ થાય છે, જેમાં મિલ્કત સબંધ ગુના આચરતા 211, શરીર સંબધિત ગુના આચરતા 153, જુગારના 64, અને અન્ય ગુના આચરતા કુલ 19 ગુનેગારોનો સમાવેશ થાય છે.