- ગધેડા માર્કેટ થી વુડાના મકાનો તરફ જવાના માર્ગ પર ગાયોનો અડિંગો
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. જો કે હવે રાત્રે પણ ઢોરો સડકો પર અડિંગો જમાવી દે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલના જ વિસ્તાર માં જ રાત્રે ગાયો સડકો પર જોવા મળે છે.
વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખા ઢોર પાર્ટીની નબળી કામગીરી રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું કરે છે. પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ જે વોર્ડના કાઉન્સિલર છે એ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વર્ષોથી યથાવત છે, અને એ પણ રાત્રે. ગધેડા માર્કેટ ચાર રસ્તા થી વુડાના મકાનો તરફ જતાં મુખ્ય માર્ગ પર ગાયો સડકો પર અડિંગો જમાવી બેસે છે. સડકો પર ગાયોનું ઝુંડ રાહદારીઓ સામે જીવનું જોખમ ઉભું કરે છે. પાલિકાની ઢોર શાખાની દેખાડા પૂરતી કામગીરીની ચાડી ખાતા આ દ્રશ્યો નબળી કામગીરીના બોલતા પુરાવા છે. રખડતા ઢોરો થી શું અકસ્માત થશે પછી પાલિકાનું તંત્ર જાગશે..??