- મગરના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો
વડોદરાના વાઘોડિયા તાલુકા નજીક ગુતાલ ગામે 13 ફૂટના મહાકાય મગરના આંટાફેરાથી વિસ્તારમાં છેલ્લા દિવસથી ભયનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર અગાઉ મગરે એક વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરીને મગરને પકડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. મગરને પકડવા માટે છેલ્લા 15 દિવસથી પાંજરૂ મૂકવામાં આવ્યું હતું, ત્યારે ગતરોજ આખરે 13 ફૂટનો મહાકાય મગરને પાંજરે પૂરતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
વડોદરાના વાઘોડિયા રેન્જમાં આવતા ગુતાલ ગામેથી 13 ફૂટનો મહાકાય મગરનું રેસ્ક્યુ વનવિભાગની ટીમે કર્યું હતું. આ બાબતે વનવિભાગના હેમંત વઢવાણાની ટીમે જણાવ્યા અનુસાર થોડા દિવસો અગાઉ આ વિસ્તારમાં મગરના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારામાં હુમલાની પણ દહેશત હતી. જે 13 ફૂટનો મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું આવ્યો છે.
આ અંગે વન વિભાગ વાઘોડિયાના RFO સી.જી.ચૌધરી જણાવ્યું હતું કે, વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે અગાઉ પણ એક વ્યક્તિનું મગરના હુમલાથી મૃત્યુ થયું હતું. આ બનાવને લઇ અહીં લોકોમાં ભય ન ઉદભવે અને કોઈ નાગરિક ભોગ ન બને તે માટે અહીં 15 દિવસથી પાંજરું મુકવામાં આવ્યું હતું. વન વિભાગ અને NGOની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ મગર આજવા સરોવર કે સૂર્યા કોટરો અને કોતરો નજીક હોવાથી આવ્યો હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વાઘોડિયાના ગુતાલ ગામે 65 વર્ષિય રવજીભાઈ ભુપતભાઈ પરમાર હાથ ધોવા કોતરમાં ઉતરતાં પાણીમાં છુપાયેલા મગરે ઓચિંતો હુમલો કર્યો હતો.