કાશીવિશ્વનાથ મહાદેવની પાછળના તળાવમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળતાં ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો

તળાવ ઉંડું હોવાથી ફાયર વિભાગને મૃતદેહ કાઢતા મુશ્કેલી પડી

MailVadodara.com - The-fire-brigade-pulled-out-the-body-of-an-unknown-middle-aged-man-in-the-pond-behind-Kashimishwanath-Mahadev

- પોલીસ તપાસમાં વ્યક્તિની ઉંમર અંદાજિત 50 વર્ષની હોવાનું હાલમાં સામે આવ્યું છે, મૃતકના પરિવાર કોણ છે તે અંગેની શોધખોળ શરૂ કરી


વડોદરા શહેરના મુખ્ય માર્ગ ગણાતા રાજમહેલ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ તળાવમાં એક આધેડ વયના વ્યક્તિનો મૃતદેહ તરતો દેખાયો હતો. આ બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક દાંડિયા બજાર ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી અજાણ્યાં વ્યક્તિની લાશને તળાવમાંથી બહાર કાઢી નવાપુરા પોલીસને સોપી હતી. પોલીસે લાશને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા તળાવમાં અજાણ્યા આધેડની લાશ તરતી હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળતા તાત્કાલિક દાંડિયા બજાર વાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. એક તરાપાની મદદથી તળાવમાં ઉતરીને આધેડની લાશને બહાર કાઢી હતી. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર આ વ્યક્તિની ઉંમર અંદાજિત 50 વર્ષની હોવાનું હાલમાં સામે આવ્યું છે. આ અજાણ્યો શખસ હોવાથી તેનો પરિવારજનો કોણ છે તે અંગેની શોધખોળ શરૂ કરી છે.


આ અંગે રેસ્ક્યુ કામગીરી કરવા ગયેલા ફાયરના જમાદાર તિલકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક તરાપાની મદદથી તળાવમાં ગયા હતા અને બોડીને બહાર કાઢી હતી. અમારી પાસે આગળ વધવા માટે 20 ફૂટનો બાંબુ હતો તે પણ પાણીમાં ડૂબી ગયો હતો. તળાવમાં 20થી 25 ફૂટ પાણી હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી હતી.


આ સમગ્ર બનાવમાં મુખ્ય માર્ગ હોવાથી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સમગ્ર ઘટના અંગે નવાપુરા પોલીસે ડેડ બોડી કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ વ્યક્તિ કોણ છે અને અહીંયા કઈ રીતે આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અજાણે વ્યક્તિની લાશને વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે અને નવાપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments