જીવન નગરના પરિવારો ભયના ઓથા હેઠળ જીવવા મજબુર..!

જાડી ચામડીના શાસકોએ ગરીબોને રામ ભરોસે છોડયા..!!

MailVadodara.com - The-families-of-Jeevan-Nagar-are-forced-to-live-under-the-spell-of-fear

- નમાલા નેતાઓને ગરીબોની લેશમાત્ર ચિંતા નથી..!

- ભાજપના સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીએ ફરી એકવાર સવાલો ઉઠાવ્યા


વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટના પાપે વાઘોડિયા રોડ પર ગરીબ પરિવારો સામે જીવનું જોખમ ઉભું થયું છે. જીવન નગરના પરિવારો દિવસ રાત ભયના ઓથરા વચ્ચે જીવવા મજબુર થયા છે.


    વડોદરા મહાનગર પાલિકાએ બનાવેલા ગરીબોના આવાસો ટૂંક સમયમાં જર્જરીત થઈ જાય છે. ભ્રષ્ટાચાર ના બોલતા પુરાવા જેવા પાલિકાના આવાસો ગરીબો માટે મોતનું જોખમ ઉભું કરે છે. માધવનગર ના આવાસો સરકારી તંત્રના પાપ નો બોલતો પુરાવો સાબિત થઈ ચુક્યા છે. જો કે અગિયાર નિર્દોષ ગરીબ નાગરિકોએ જીવ ગુમાવ્યા બાદ પણ તંત્ર સુધરવાનું નામ લેતું નથી. વાઘોડિયા રોડ પર આવેલા જીવન નગર ના આવાસો ગરીબ પરિવારો માટે બનાવવામાં આવ્યા હતા. અગિયાર ટાવર મા આશરે ૩૫૦ કરતા વધુ મકાનો છે, જેનો બનાવવાનો ખર્ચ અંદાજે ૧૭ થી ૧૮ કરોડ હોવાનું કહેવાય છે. 


આશરે બાર વર્ષ અગાઉ ગરીબ પરિવારો આશયાનો મળ્યો સમજી હર ઘેલા થઈ રહેવા લાગ્યા. જો કે આ ગરીબ પરિવારોને એ ખબર ન હતી કે તેમના આશિયાના ભ્રષ્ટાચાર ના પાયા પર ઉભા છે અને તેમના માથે ગમે ત્યારે જોખમ ઉભું કરી શકે છે. ગરીબ પરિવારો ના આવાસો માત્ર દશ બાર વર્ષમાં જર્જરિત થઈ ગયા. ગરીબ પરિવાર પાસે નથી સત્તા કે નથી એવી કોઈ વગ એટલે કરે શું ? માત્ર રજુઆત કરવાના એકમાત્ર વિકલ્પને સહારે ગરીબોએ રજુઆત કરી હતી. સ્થાનિક લોકોએ ચોમાસા પૂર્વે પણ રજુવાતો કરી હતી.


    જો કે ગરીબોની પરવા જાડી ચામડીના શાસકોને થોડી હોય ?  જર્જરીત થઈ ગયેલા આવાસો ની હાલત વધુ ભયજનક થતી ગઈ પરંતુ તંત્ર કુમ્ભકર્ણ ની નિંદ્રામાં સૂતું છે. આ વિસ્તારના જાગૃત સ્થાનિક કાઉન્સિલર આશિષ જોષી પણ આવાસોની જર્જરીત હાલત અંગે ચિંતા કરી રહ્યા છે 


    અહીં સવાલ એ છે કે પાલિકાનું નધરોળ તંત્ર શું કોઈ દુર્ઘટના પછી જાગશે ? શું પાલિકાની જવાબદાર નથી કે ગરીબોની ચિંતા કરવી ? છ માસ અગાઉ થયેલી રજુઆત સામે પાલિકાએ શું પગલાં લીધા ? ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની જવાબદારી પાલિકાની નથી ? ગરીબોને શું ભગવાન ભરોસે છોડી દેવાના ? આવા ઘણા સવાલો કહેવતા સ્માર્ટ અને કાર્યક્ષમતા મા નિષ્ફ્ળ રહેલા શાસકો સામે વિકરાળ મ્હોં ફાડી ઉભા છે.

Share :

Leave a Comments