સમા વિસ્તારમાંથી ચોરી કરેલી મોટરસાયકલ સાથે વાહનચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

પોલીસે બાઇક ચોરનાર યુવકને બાતમી આધારે ગાજરાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો

MailVadodara.com - The-crime-branch-nabbed-a-vehicle-thief-with-a-stolen-motorcycle-from-the-same-area

- 15 દિવસ અગાઉ સોમેશ્વર નગર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત

વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી ચોરી કરાયેલી મોટરસાયકલ સાથે એક વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડીને ચોરીની મોટરસાયકલ કબજે લીધી છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે, શંકાસ્પદ નંબર પ્લેટ વિના એક પેશન-પ્રો મોટરસાયકલ સાથે યુવક ગાજરાવાડી સુરેશ પમ્પિંગ સ્ટેશન પાસે પસાર થનાર છે.  જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બાઇક સવારને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં તેને પોતાનું નામ મનદીપ મહેશકુમાર શર્મા હોવાનું જણાવ્યું હતું અને સમા ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેના વાહનની તપાસ કરતા વાહન ચોરી કરાયું હોવાનું સામે આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યું હતું કે, 15 દિવસ પહેલા સમા વિસ્તારના સોમેશ્વર નગર વિસ્તારમાં જઈને પાર્ક કરેલી મોટરસાયકલનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલીને તેને ચોરી કરી હતી અને ત્યારબાદ ચોરીની મોટર સાયકલની નંબર પ્લેટ કાઢીને તેનો ઉપયોગ કરતો હતો. પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનામાં 21 વર્ષીય મનદીપ મહેશકુમાર શર્માની ધરપકડ કરીને ચોરી કરાયેલી મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000 કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments