- અધિકારી મુજબ ચાલુ મહિનાના અંત સુધીમાં કોન્ટ્રકટ શરૂ થઈ જશે
શહેરમાં ટ્રાફિકની જટીલ સમસ્યા વચ્ચે છેલ્લા ત્રણ માસથી ક્રેન બંધ છે. જો કે નો-પાર્કિંગમાંથી ટુ- વ્હીલર ઉઠાવતી ક્રેન ફરી એકવાર શરૂ થશે એવું અનુમાન છે.
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે અને દિવસે જટીલ બની રહી છે. પોલીસ અને પાલિકા ટ્રાફિકની વિકટ બનતી પરિસ્થિતિ સામે લાચાર છે. ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે નો-પાર્કિંગમાંથી ટુ-વ્હીલર ઉઠાવતી ક્રેન છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમય થી બંધ છે. ક્રેનનો કોન્ટ્રાક્ટ ગત સપ્ટેબર માસમાં પૂરો થઈ ચૂક્યો છે. આયોજન અભાવ કહો કે ઇચ્છાશક્તિનો અભાવ, ક્રેનનો નવો કોન્ટ્રાક્ટ થયો નથી. અધિકારીઓનું કહેવું છે કે ક્રેનના ટેન્ડરની પ્રક્રિયા ગાંધીનગરથી થાય છે. ચાલુ માસના અંત સુધીમાં ક્રેનનો કોન્ટેક્ટ શરૂ થઈ જશે. વડોદરામાં ગેરકાયદેસર પાક્કા અને સડકો પરના કાચા દબાણો સામે પાલિકા અને પોલીસ પાસે કોઈ આયોજન નથી. જેના કારણે દિવસે અને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાન નિરાકરણ માટે પાલિકા અને પોલીસે નક્કર આયોજન કરવાની જરૂર છે.