બેક્ટેરિયાવાળા પાણીના પાઉચ વેચવાના કેસમાં કંપનીના 3 સંચાલકોને કોર્ટે 6 માસની કેદ ફટકારી

વર્ષ 2012 ખોરાક શાખાની ટીમે દરોડો પાડી પાણીના પાઉચના સેમ્પલો કબજે કર્યા હતા

MailVadodara.com - The-court-sentenced-3-managers-of-the-company-to-6-months-imprisonment-in-the-case-of-selling-water-pouches-containing-bacteria

- કોર્ટે કંપનીના ત્રણેય સંચાલકોને 6 માસની સાદી કેદ અને 10 હજારનો દંડ જ્યારે ઉત્પાદક પેઢીને 10 હજારનો દંડની સજા ફટકાર્યો

વડોદરા શહેરની મકરપુરા GIDCમાં આવેલ મેસર્સ ઓનેસ્ટ માર્કેટિંગમાં કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમે વર્ષ 2012 દરમિયાન દરોડો પાડી પાણીના પાઉચના સેમ્પલો કબજે કર્યા હતા. જે સેમ્પલોમાં બેક્ટેરિયાનું પ્રમાણ જણાતા અનસેફ જાહેર થયા હતા. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે કંપનીના ત્રણેય સંચાલકોને 6 માસની સાદી કેદ અને 10 હજારનો દંડ જ્યારે ઉત્પાદક પેઢીને 10 હજારનો દંડની સજા ફટકારી છે.

વર્ષ - 2012માં મે મહિનામાં વડોદરા કોર્પોરેશનના ફુડ સેફ્ટી ઓફિસર એમ.જી.શાહના નિર્દેશ હેઠળ ખોરાક શાખાએ મકરપુરા જીઆઇડીસી પ્લોટ નંબર 450/bi-01 ખાતેની મેસર્સ ઓનેસ્ટ માર્કેટિંગમાં દરોડો પાડયો હતો અને પાણીના 1500 પાઉચમાંથી 64 પાઉચ કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા અને તે અનસેફ જાહેર થયા હતા. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી મળી હતી. જેથી વેપારી હનીફ ઉમરભાઈ વ્હોરા (રહે. સમીમ પાર્ક સોસાયટી, તાંદલજા રોડ), દક્ષા અશોકભાઈ પઢીયાર (રહે. ઓમકારપુરમ સોસાયટી, પાદરા), ઇલિયાસ કાસમભાઇ વ્હોરા (રહે. સમીમ પાર્ક સોસાયટી, તાંદલજા રોડ) અને ઉત્પાદક પેઢી મેસર્સ ઓનેસ્ટ માર્કેટિંગ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો.

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, બેક્ટેરિયા વાળુ અનસેફ પાણીના પ્લાસ્ટિક પાઉચ બનાવી વેચાણ કરી ગુનો આચાર્યા હોવાનું ફરિયાદ પક્ષે નિ: શંકપણે પુરવાર કરેલ છે. આરોપીઓને સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ મુજબ શિક્ષાપાત્ર ઠરાવવાનો હુકમ કરવામાં આવે છે.

Share :

Leave a Comments