- પાલિકાના જનસંપર્ક વિભાગના અધિકારીઓને શોભનમ ડેકોરેટર્સ પર વર્ષોથી ઓળધોળ
- શોભનમ ડેકોરેટર્સનો કોન્ટ્રાકટ દોઢ વર્ષ લંબાવી રૂ.૨.૧૬ કરોડ ચૂકવવાનો કારસો ગઢાઈ ગયો..!
વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટમાં કોન્ટ્રાકટરોને ઘી કેળા કરાવવા શાશકો સદા બેબાકળા હોય છે. એક મહિના અગાઉ વિવાદ બાદ મુલત્વી રહેલી શોભનમ ડેકોરેટર્સ ને ફાયદો કરાવતી દરખાસ્ત કોઈ પણ જાતના સુધારા વગર ફરી એકવાર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટમાં પ્રજાના પરસેવાની કમાણીના નાણાં વેડફાઈ જાય છે. એક મહિના અગાઉ પાલિકાના જનસંપર્ક વિભાગ તરફથી એક દરખાસ્ત આવી હતી. જેમાં શોભનમ ડેકોરેટર્સનો કોન્ટ્રાક્ટ ગત વર્ષે ફેબ્રુઆરીમાં પૂરો થઈ ગયો હતો, ત્યાર બાદ એક વર્ષ વગર ટેન્ડરેં રૂપિયા દોઢ કરોડ ચૂકવવાના અને ચાલુ વર્ષે છ માસના રૂ.૫૦ લાખ તથા બીજા રૂ.૧૬.૮૧ લાખ મળી કુલ ૨.૧૬ કરોડ ચૂકવવાની મંજૂરી માંગવા માં આવી હતી. શોભનમ ડેકોરેટર્સ ને ફાયદો કરાવી આપતી અ દરખાસ્ત નો વિરોધ થતા ગત માસમાં સ્થાયી સમિતિએ આ દરખાસ્ત મુલત્વી કરી હતી. જે તે સમયે એવુ કહેવામાં આવ્યું હતું કે અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જો કે આ દરખાસ્ત કોઈ પણ પ્રકારના સુધારા વધારા વગર એક માસ બાદ ફરી એકવાર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ આ દરખાસ્ત ફરી આવતા વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે.