શરતોનો ભંગ કરી વાહનો ઉઠાવતી ક્રેન નો કોન્ટ્રાકટ રીન્યુ થશે..??

ક્રેનના કોન્ટ્રાકટર દ્વારા મન મરજી મુજબ ક્રેન ચલાવાય છે

MailVadodara.com - The-contract-of-the-crane-lifting-the-vehicles-will-be-renewed-by-violating-the-conditions

- ક્રેન પર મજૂરો માટે યુનિફોર્મ ફરજીયાત છે પરંતુ પાલન થતું નથી..!!


વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ ફરતી ક્રેન નો કોન્ટ્રાકટ પૂરો થઈ રહ્યો છે. નો પાર્કિંગમા પાર્ક થયેલા ટુ વ્હીલર ઉઠાવતી ક્રેનના કોન્ટ્રાકટર દ્વારા શરતોનું પાલન નહીં થતું હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે.


   વડોદરા શહેરમાં નો-પાર્કિંગમા પાર્ક થતા ટુ-વ્હીલર ઉઠાવી લઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. આ કામગીરી માટે પોલીસ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ આ મહિને પૂરો થાય છે. જો કે ક્રેનના કોન્ટ્રાકટર દ્વારા કોન્ટ્રાકટ ની શરતોનું પાલન થતું નથી એવી નોંધ કરવામાં આવી છે. ક્રેન રાબેતા મુજબ દરરોજ ચલાવવાની હોય છે. પરતું છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાકટર દ્વારા મરજી મુજબ ક્રેન ચલાવવામાં આવે છે. ક્યારેક સપ્તાહમાં ચાર  થી  પાંચ દિવસ ક્રેન ચાલે છે તો ક્યારેક વર્કિંગ ડે મા ટ્રાફિક નું ભારણ વધુ હોય ત્યારે ક્રેન બંધ હોય છે અને જયારે રજાના દિવસે ટ્રાફીક નું ભારણ ઓછું હોય ત્યારે ક્રેનો ફરતી હોય છે.


આથી  વિશેષ  કોન્ટ્રાક્ટની શરતો મુજબ ક્રેન પર વાહન ઉઠાવતા મજૂરોને યુનિફોર્મ પહેરવાનો હોય છે.આ શરતનું પણ પાલન થતું નથી. આ અંગે ટ્રાફિક વિભાગના  ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જ્યોતિ પટેલનું કહેવું છે કે અમે શરતોના  ભંગ અંગે કમિશનર  કચેરીએ જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રેન નો કોન્ટ્રાક્ટ કમિશનર કચેરીએથી અપાય છે.  ચાલુ માસના અંતે ક્રેનનો કોન્ટ્રાકટ પૂરો થાય છે, ત્યારે કોન્ટ્રાકટ રીન્યુ થાય છે કે નવા કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ અપાય છે એ જોવું રહ્યું ..

Share :

Leave a Comments