વડોદરા શિક્ષણ સમિતિ સંચાલિત એક માત્ર મરાઠી પ્રાથમિક શાળાની હાલત દયનીય

બિલ્ડિંગ જર્જરિત બની નવું સત્ર શરૂ થાય તે પૂર્વે રિપેરિંગની માગ

MailVadodara.com - The-condition-of-the-only-Marathi-primary-school-run-by-the-Vadodara-Education-Committee-is-pathetic

- શાળાની બિલ્ડિંગના પાયામાં મોટી તિરાડો પડેલી છે, છત પરથી પોપડા પડી રહ્યા છે, સ્લેબના સળિયા પણ દેખાઇ રહ્યા છે


વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને વોર્ડ નંબર-૧૩ માં આવેલ મગનભાઇ શંકરભાઇ પટેલ પ્રાથમિક મિશ્ર શાળાની હાલત દયનીય છે. મરાઠી ભાષા શીખવતી આ એકમાત્ર શાળા છે. શાળાની બિલ્ડિંગના પાયામાં મોટી તિરાડો પડેલી છે. કઠેડા પણ તુટી ગયા છે, તેમજ છત પરથી પોપડા પડી રહ્યા છે. સ્લેબના સળિયા દેખાઇ રહ્યા છે. પાંચમી જૂનથી શાળા શરૂ થવાની છે, તે પહેલા રિપેરિંગ કામ કરાવી દેવું જરૂરી છે. શાળામાં પાણીની ટાંકી એક બાજુ નમી ગયેલી છે અને તેમાં પણ મોટી તિરાડ પડી જવાથી પાણી લીકેજ થઇ રહ્યું છે. 

શિક્ષણ સમિતિના શાસકોનું આ શાળા પ્રત્યે ઉદાસીન વલણ છે, તેવો આક્ષેપ થયો છે. શાળામાં ફાયર સેફટીના સાધનો લાગ્યા છે, પરંતુ તે કાર્યરત નથી. વડોદરાની મરાઠી ભાષા શીખવતી માત્ર એક શાળા છે. તો તેનું જતન થવું જોઇએ. જો જરૂરી કામગીરી વેળાસર હાથ ધરવામાં નહીં આવે તો શાળાના વાલીઓને સાથે રાખીને આંદોલન કરવાની વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે ચીમકી ઉચ્ચારી છે.

Share :

Leave a Comments