ફરિયાદીએ કીધું મને ચાકુ માર્યું છે, પોલીસ કહે છે લાકડાની પટ્ટી મારી છે..!

સયાજીગંજ પોલીસ ની "મેરી મરજી"...!!

MailVadodara.com - The-complainant-said-that-I-was-stabbed-the-police-said-that-I-was-stabbed-with-a-wooden-bar


- સીસીટીવીમાં ૧૦ કરતાં વધુ હુમલાખોરો દેખાય છે, પરંતુ પોલીસને ચાર જ હુમલાખોરો દેખાયા..!!

- સયાજીગંજ પી. આઈ કહે છે ફરિયાદી તપાસમાં સહકાર આપતાં નથી

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં કાફેની દુકાનમાં  થયેલા  હુમલામાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા હતા. પોલીસ પર ઢાકપીછોડાના આક્ષેપો સામે પોલીસે ફરિયાદી તપાસમાં સહકાર નહીં આપતાં હોવાના વળતાં આક્ષેપો કર્યા હતા.

     વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા  એમ્પરર બિલ્ડીંગમાં આવેલા  ધ  ડગ આઉટ  કાફેમાં એક બનાવ બન્યો હતો. આ બનાવ સઁદર્ભે સયાજીગંજ  પોલીસ મથકમાં નોંધાયેલી  ફરિયાદ  મુજબ ગત ૧ એપ્રિલના રોજ સાંજના સમયે  'ધ ડગ આઉટ' નામના  કાફે માં સફાઈના નાણાં બાકી પડે છે એવી માંગણી કરતા આવેલા  ચાર જણાએ કાફે હાઉસ ના કર્મચારી ને માથામાં  લાકડાની  પટ્ટી મારી  હતી. છોડાવવા પડેલા કાર્તિક મકવાણા ને હાથમા પટ્ટી મારી ઇજા પહોચાડી હતી. પોલીસે બનાવ સંદર્ભે  ફરિયાદ ચાર  હુમલાખોરોની ધરપકડ કરી હતી.


       જો કે સયાજીગંજ પોલીસની કાર્યવાહી સામે ફરિયાળીએ સવાલો ઉઠાવ્યા હતા. બનાવ અંગે શહેજાદનું કહેવું છે કે તેના પર હુમલો ચાકુ વડે થયો છે પરંતુ પોલીસે લાકડી થી  હુમલો થયાનું લખ્યું છે. આ અંગે મેડિકલ સર્ટિફિકેટ પણ છે. સીસીટીવી માં ૧૩ જણા દેખાય છે અને પોલીસે ફરિયાદ માં ચારની સંખ્યા બતાવી છે. બનાવ બાદ હુમલો કરનાર જે એવીએટર સ્કૂટર લઈ ને આવ્યા હતા એ અમે સયાજીગંજ  પોલીસ મથકે  સોંપ્યું હતું જે પોલીસે જે તે સમયે જમા લીધું ન હતું.જે તે સમયે જમા  લીધું ન હતું.


   મેડિકલ સર્ટિફિકેટ માં તીક્ષ્ણ હથિયારનો ઉલ્લેખ છતાં પોલીસનું લાકડાની પટ્ટી માર્યાનું રટણ...!    

    હવે બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે સયાજીગંજ  પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. જાડેજાએ  જણાવ્યું હતું કે પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ફરિયાદી એ જે લખાવ્યું એ પ્રમાણે અમે ફરિયાદ માં લખ્યું છે. ફરિયાદી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. અમે બે વાર બોલાવ્યા પણ આવતા  નથી. જે સ્કૂટરની વાત થાય છે એ ફરિયાદી  પોલીસ મથકે  મુકી જમા કરાવ્યા સિવાય  જતાં રહ્યા હતા.

    આ સમગ્ર બનાવ ચર્ચાનો  વિષય  બન્યો છે.

Share :

Leave a Comments