- કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી, કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો
વડોદરા શહેરના અલકાપુરીમાં મોડી રાત્રે કાર લઇને નીકળેલા યુવાને કારની સામે આવી પહોંચેલા રખડતા કૂતરાને બચાવવા જતા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. આ ઘટનામાં કાર ચાલક યુવાનને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.
મોડી રાત્રે યુવાન કાર લઇને અલકાપુરી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન તેઓની કારની સામે રસ્તા ઉપર રખડતું કૂતરું એકાએક દોડી આવ્યું હતું. કાર ચાલકને કૂતરાને બચાવવા જતા એકાએક બ્રેક મારી હતી. યુવાને બ્રેક મારતાની સાથે તેણે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારના સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. ડિવાઇડર ઉપર ચઢી ગયેલી કારે ડિવાઇડર ઉપરના પોલને પણ જમીન દોસ્ત કરી દીધો હતો.
કાર ચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી. કાર ધડાકા સાથે ડિવાઇડર ઉપર ચઢતા જ કારનું આગળનું બોનેટ ખૂલી ગયું હતું. ડિવાઇડર ઉપર કાર ચઢતા આવેલા અવાજથી સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા અને કારમાં સવાર યુવાનને કારમાંથી બહાર કાઢી લીધો હતો.
મોડી રાત્રે બનેલા આ બનાવમાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. સ્થાનિક લોકોએ કાર ચાલકને અકસ્માતનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે, રસ્તે રખડતા કૂતરાને બચાવવા જતા સ્ટેઇરિંગ ઉપર કાબૂ ન રહેતા કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી.
આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. પરંતુ, તેની કારને ભારે નુકસાન થયું હતું. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં રસ્તાઓ રખડતી ગાયોની સાથે રસ્તે રખડતા કૂતરાઓનો ત્રાસ પણ એટલોજ છે. રસ્તે રખડતા કૂતરાઓ અને ગાયોના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો બનતા હોય છે. જેમાં મોડી રાત્રે વધુ એક કૂતરાના કારણે અકસ્માત સર્જાયો હતો.