અટલાદરામાં રહેતા યુવકનો મૃતદેહ તળાવમાંથી મળ્યો, ફાયરના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યો

માંજલપુર પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

MailVadodara.com - The-body-of-a-youth-living-in-Atladara-was-found-in-the-lake-the-fire-personnel-took-out-the-body

- બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

શહેરના અટલાદરા તળાવમાં આજે વહેલી સવારે એક મૃતદેહ તરતો જાેતાં ત્યાંથી પસાર થતાં રાહદારીએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જેને પગલે વડીવાડી ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. આ અંગે માંજલપુર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે લોકોના ટોળાં જામ્યા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના અટલાદરાના કુંભાર ફળિયામાં રહેતા 42 વર્ષીય સંજયભાઈ દિનેશભાઇ રાવત હોવાનું સામે આવ્યું છે. તેઓ ગત રાત્રે પોતાના ઘરેથી કોઈ કારણોસર ચાલ્યા ગયા હતા. શોધખોળ બાદ કોઈ ભાળ મળી ન હતી. આજે વહેલી સવારે અટલાદરા તળાવમાંથી તેમની મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયરના જવાનો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લઈ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. માંજલપુર પોલીસે મૃતદેહનો કબ્જો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.


આ બનાવની જાણ કરનાર ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે અમારા ઘર પાસે રહેતા એક ભાઈ ગત રાત્રે ઘરેથી ચાલ્યા ગયા હતા. આજે હું તળાવ પાસે એક છોકરાને બોલાવવા ગયો હતો. તે દરમિયાન મને સંજયભાઈ જેવા કપડાંવાળો વ્યક્તિ મૃત હાલતમાં દેખાયો હતો. તપાસ કરતા તે સંજયભાઇ જ હોવાનું જણાતા મેં ફાયર વિભાગને કોલ કર્યો હતો અને બાદમાં ફાયર બ્રિગેડે પોલીસને જાણ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંજયભાઈને બીમારી હોવાથી અગાઉ તેઓની સારવાર ગોત્રી હોસ્પિટલમાં ચાલતી હતી. અને તેઓને સારવાર દરમિયાન પોતાની બીમારી અંગે કોઈ ઈલાજ ન હોવાનું મનમાં લાગી આવ્યું હોવાની શંકાના આધારે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગત રાત્રે જમ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને આજે સવારે અટલાદરા તળાવમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવ અંગે માંજલપુર પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં આ મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. હાલમાં તેઓના પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. માંજલપુર પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાય ધરી છે.

Share :

Leave a Comments