વડોદરા શહેરનું મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અને શાશકો માત્ર ને માત્ર ડાહી ડાહી વાતો કરવામાં જ પારંગત છે. એરકન્ડિશન ઓફિસ અને વૈભવી કારમાં પ્રજાના પૈસે વટ મારતા શાશકોની પ્રસિદ્ધિની ભૂખ હોય એવુ લાગે છે. તાજેતરમા વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું ત્યારે સાંસદ થી માંડી કેટલાક ધારાસભ્યો અને સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી સહિત નેતાઓ કાલા ઘોડા બ્રિજ પર મીડિયાને બાઈટ આપી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે એક પણ નેતા ની નજર વિશ્વામિત્રી નદીની સપાટી જણાવતા આ બોર્ડ પર ના પડી. આ બોર્ડ વર્ષો જૂનું થઈ ગયું છે. બોર્ડ પર નો કાળો રંગ પણ ઉડી ગયો છે. એના પર લખેલુ ચોખ્ખુ વંચાતું પણ નથી. જો કે એક નેતા ને આ બોર્ડ બદલું જોઈએ એવુ ના લાગ્યું. સ્માર્ટ સીટીના નામે કરોડો રૂપિયા ફૂંકી માર્યા બાદ પણ શહેરની સ્થિતિ બદલાઈ નથી. પરંતુ પરિસ્થિતિ બગડતી જાય છે. એવામાં આ જર્જરીત બોર્ડ પાલિકાના શાશકોની વધુ એક નિષ્ફ્ળતાની ચાડી ખાય છે...