- કોઈને વાંધાજનક હોય તે પ્રસિદ્ધ થયાના 15 દિવસોમાં લેખિતમાં અરજી કરી શકશે
વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા પાલિકા હસ્તકના ઔદ્યોગિક એકમો સહિતની મિલકતોના વર્ષ 2024-25ના વર્ષની આકારણી રજીસ્ટર આગામી 5 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. સાથે સાથે આમાં કોઈને વાંધાજનક હોય તે પ્રસિદ્ધ થયાના 15 દિવસોમાં લેખિતમાં અરજી કરી શકશે.
ક્ષેત્રફળ આધારિત ક્ષેત્રફળ પદ્ધતિ મુજબ મિલકતનો સામાન્ય કર આકારવા અંગેના વિવિધ પરિબળો તેમજ શિક્ષણ ઉપકર, પાણી કર તથા કંજરવંશી અને ટેક્સ સહિતની વિગતો દર્શાવતા ઔદ્યોગિક એકમો સહિતની ભાડે આપેલી મિલકતો અંગે આકારણી રજીસ્ટરમાં દાખલ કરેલી વિગતો અને નોંધ કચેરીના કામકાજના દિવસોમાં આપવાની રહેશે.
આ કામગીરી સવારે 10.30 થી બપોરે બે વાગ્યા સુધી અને 2.30 થી સાંજે 6.10 કલાક સુધી આકારણી શાખા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ રાજમહેલ રોડ ખાતે જોવા મળશે. રજીસ્ટરમાં નોંધવામાં આવેલી વિગતો બાબતે જો કોઈ વાંધો હોય તો લેખિતમાં વાંધા અરજી આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં તા. 20.01.2025 સુધીમાં આકારણી શાખામાં આપીને પહોંચ મેળવવી જરૂરી છે.