વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એમ. એસ. યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફોર્મ ભરી શકે છે.
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કના અભ્યાસ માટે બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે, જેમાં 44 બેઠકોની કેપિસિટી છે. જેના માટે કોઇપણ વિષયમાં 50 ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જરૂરી છે. આ ઉપરાંત એસસી-એસટી વિદ્યાર્થીઓને 5 ટકા રિલેક્શેશન આપવામાં આવશે. માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં એડમિશન મેળવવા માટે લેખિત પરીક્ષા આપવી પડશે. ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં માસ્ટર ઓફ હ્રુમન રિસોર્સ મેનેજમેન્ટનો બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે, જેમાં પણ 44 બેઠકોની કેપિસિટી છે. જેના માટે કોઇપણ વિષયમાં 50 ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જરૂરી છે. આ ઉપરાંત એસસી-એસટી વિદ્યાર્થીઓને 5 ટકા રિલેક્શેશન આપવામાં આવશે. માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં એડમિશન મેળવવા માટે લેખિત પરીક્ષા આપવી પડશે.
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં ફાઇવ યર ઇન્ટેગ્રેટેડ પ્રોગ્રામ ઇન સોશિયલ વર્ક (BSW+MSW)નો અભ્યાસક્રમ પણ ચાલે છે. જેમાં પણ 80 બેઠકોની કેપિસિટી છે. જેના માટે કોઇપણ વિષયમાં 45 ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જરૂરી છે. આ ઉપરાંત એસસી-એસટી વિદ્યાર્થીઓને 5 ટકા રિલેક્શેશન આપવામાં આવશે. માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં એડમિશન મેળવવા માટે લેખિત પરીક્ષા આપવી પડશે. ફેકલ્ટી ઓફ શોસિયલ વર્કમાં એડમિશન મેળવવા માટે તમે એમ. એસ. યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને એડમિશન ટેબ પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકો છો. વધુ વિગતો મેળવવા ફતેગંજ વિસ્તારમાં આવેલી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કનો સંપર્ક કરી શકો છો.
વર્ષ 2018માં આઉટલુક દ્વારા જાહેર કરાયેલ યાદીમાં MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દેશની ચોથા નંબરે રહી હતી. અમારી ફેકલ્ટીમાં દેશ સહિત વિદેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે, જેમાંથી અભ્યાસ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં જ પ્રતિષ્ઠિત NGOs તેમજ કંપનીઓ દ્વારા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે.