પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 1.58 કરોડથી વધુ પડાવનાર આરોપી ઝડપાયો

વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડ્યો

MailVadodara.com - The-accused-who-extorted-more-than-1-58-crores-from-the-complainant-by-giving-false-identity-to-the-police-was-arrested

- આરોપીએ ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વીડિયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ ઉભી કરી ફરિયાદીને સતત 45 દિવસ સુધી ઘરમાં ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા

વડોદરા સહિત રાજ્યમાં અવારનવાર ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં ફરિયાદી પાસે ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વીડિયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ ઉભી કરી ફરિયાદીને સતત 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી 1.58 કરોડથી વધુની ઠગાઈ આચરનાર ઈસમને વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે સુરતથી ઝડપી પાડયો છે.

આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી કે, ઠગબાજો એ એકબીજાની મદદગારીમાં રહી પૂર્વાયોજિત ગુનાહિત કાવતરુ રચી ફરિયાદીને આરોપીઓએ પોતાની ખોટી ઓળખ મુંબઈ પોલીસમાંથી DCP તેમજ દિલ્હીના પ્રખ્યાત વકીલ રાકેશ બોલતા હોવાનું જણાવી ફરિયાદીને મની લોડરીંગ કેસમાં સંડોવાયેલ હોવાનું જણાવી આરોપીઓએ તેઓના જુદા-જુદા વ્હોટ્સએપ મોબાઈલ નંબરથી ફરિયાદીને વ્હોટ્સએપ કોલ અને વીડિયો કોલ કરી સતત 45 દિવસ સુધી તેઓના ઘરમાં ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. બાદમાં તેઓએ ધાક ધમકી આપી ફરિયાદીને ડરાવીને તેમની પાસેથી 1,58,99,974ની છેતરપિંડી આચરતા આ મામલો આખરે વડોદરા સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરી સુરત શહેર ખાતેથી આરોપીની ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી મોહમદ અલશેફ અયુબભાઇ સૈયદ (ઉ.વ. 25, ધંધો- નોકરી, રહે. સુરત શહેર) છે.

ઉલ્લેખનીય છે કે, આ આરોપીએ પોતાના તેમજ અલગ -અલગ ઇસમોના પાંચથી વધુ બેંક ખાતાઓ ઓપન કરાવી તેઓને કમીશન આપી આ બેંક એકાઉંટ અન્ય સહ આરોપીને વહેચી દિધેલ છે. જેના માટે તેઓએ કમિશન લિધેલ છે. આ એકાઉંટમા કુલ ટર્ન ઓવર 15 લાખનુ છે અને NCCRP PORTAL ઉપર 3 ફરીયાદ આવેલ છે.

Share :

Leave a Comments