વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા આવતીકાલે શિક્ષક દિન નિમિત્તે `શિક્ષક સન્માન સમારંભ' યોજાશે

સત્રાંત કસોટીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

MailVadodara.com - The-Vadodara-Education-Committee-will-hold-a-Teacher-Appreciation-Ceremony-tomorrow-on-the-occasion-of-Teachers-Day

- શિક્ષણ સમિતિ દ્વારા 56 જેટલા વય નિવૃત્ત, સ્વૈચ્છિક નિવૃત્ત અને અવસાન પામેલ શિક્ષકોના પરિવારજનોને સ્મૃતિ પત્રક આપી સન્માનિત કરાશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ખાતે તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી થનાર છે. આ પ્રસંગે શિક્ષકોનો સન્માન સમારોહ દર વર્ષની જેમ આ વર્ષે પણ સયાજીરાવ નગરગૃહ, અકોટા ખાતે સવારે 10 કલાકે યોજાનાર છે. આ વર્ષે પણ સમિતિ કક્ષા અને ઝોન કક્ષા એ શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક (ધોરણ : 1 થી 5 અને 6 થી 8) અને શ્રેષ્ઠ બાલવાડીમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારનું સન્માન થનાર છે.

આ ઉપરાંત સમિતિની શાળાઓમાં સત્રાંત કસોટીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવનાર છે. આ સાથે સાથે શિક્ષણ સમિતિ દ્વારા 56 જેટલા વય નિવૃત્ત, સ્વૈચ્છિક નિવૃત્ત અને અવસાન પામેલ શિક્ષકોના પરિવારજનોને સ્મૃતિ પત્રક આપી સન્માન કરવામાં આવનાર છે. સમિતિના વહિવટી સ્ટાફમાં વય નિવૃત થનાર કર્મચારીઓનું સન્માન પણ થનાર છે. 


સમિતિ દ્વારા જણાવાયું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા અને કારકિર્દીના ઘડતર માટે  વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે ધોરણ 8 માંથી ધોરણ 9 માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે અને ઘરથી નજીકમાં માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે નવી 4 માધ્યમિક શાળાઓ શહેરના 4-ઝોનમાં શરૂ કરવામાં આવેલી છે. ગુજરાતી અને હિન્દી માધ્યમની સાથે અંગ્રેજી માધ્યમમાં પણ વિદ્યાર્થીઓનો પ્રવેશ વધવાના કારણે નવી અંગ્રજી માધ્યમની શાળાઓ પણ આ વર્ષે શરૂ કરવામાં આવેલી છે.

એનઇપી-2020 મુજબ વર્ષ-2023થી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ બાલવાટીકા માટેની સુવિધાઓ ઉભી કરી છે. જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવે છે. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 97 બાલવાડીઓ કાર્યરત છે. જેમાં અંદાજીત 5500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 40 સ્માર્ટ બાલવાડી તરીકે વિકસાવવામાં આવેલ છે. હાલ બાલવાડી થી ધોરણ-8 સુધીમાં અંદાજીત 50,000 વિદ્યાર્થીઓને અભ્યાસ કરી રહ્યા છે.

Share :

Leave a Comments