સોમા તળાવ રેલવે ઓવરબ્રિજ ભારદારી વાહનો માટે આવતીકાલથી એક મહિના સુધી બંધ રહેશે

હાલના રસ્તાની સપાટી પર માસ્ટીક કરીને રોડ રી-સરફેસિંગની કામગીરી ચાલુ કરાશે

MailVadodara.com - The-Soma-Lake-Railway-Overbridge-will-remain-closed-for-heavy-vehicles-for-a-month-from-tomorrow

- 15 ડિસેમ્બર, 2024 રાત્રિના આશરે 12 વાગ્યાથી 13 જાન્યુઆરી 2025 રાત્રિના 12 વાગ્યા સુધી કામગીરીને પગલે ભારદારી વાહનો માટે ઓવરબ્રિજ પર બંધ રહેશે

વડોદરા શહેરને દક્ષિણ વિભાગ સાથે જોડતા સોમા તળાવ રેલવે ઓવરબ્રિજ ભારદારી વાહનો માટે બંધ રહેશે. હાલના રસ્તાની સપાટી પર માસ્ટીક કરીને રોડ રી-સરફેસિંગની કામગીરી કરવાની છે. જેથી આવતીકાલે તા. 15 ડિસેમ્બર, 2024 રાત્રિના આશરે 12 વાગ્યાથી 13 જાન્યુઆરી 2025 રાત્રિના 12 વાગ્યા સુધી કામગીરી ચાલશે. જેથી આ બ્રિજ પર ટ્રાફિકની સરળતા માટે ટુ વ્હીલર તથા લાઈટ વિહિકલ સરળતાથી પસાર થાય એ માટે એક તરફના રસ્તાની કામગીરી બાદ બીજી તરફના ટ્રેકની કામગીરી શરૂ કરાશે.

જ્યારે ભારદારી વાહનો માટે સોમા તળાવ ચાર રસ્તાથી કપૂરે બ્રિજ નીચે નેશનલ હાઈવે નં. 48 તરસાલી બ્રિજ નીચેથી શહેરમાં પ્રવેશ કરી તરસાલી તળાવ તરસાલી શાકમાર્કેટ ચાર રસ્તા થઈ જે તે બાજુ જઈ શકશે તેમજ સોમા તળાવ ચાર રસ્તાથી પ્રતાપનગર રોડ થઈ પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી સર્કલ ભવન સર્કલ સુસેન સર્કલ તરસાલી શાકમાર્કેટ ચાર રસ્તા થઈ જે તે બાજુ જઈ શકશે. તેવી જ રીતે શાકમાર્કેટ ચાર રસ્તાથી સુશીલ રીંગરોડ ગુરુદ્વારા સર્કલ સુસેન સર્કલથી જમણી બાજુ વળીને ભવન સર્કલ બરોડા ડેરી સર્કલ પ્રતાપનગર સર્કલ પ્રતાપ નગર બ્રિજ ઉપર થઈને ડભોઇ ત્રણ રસ્તા થી જમણી બાજુ વળીને સોમા તળાવ ચાર રસ્તા થી જે તે તરફ જઈ શકશે આ ઉપરાંત તરસાલી શાકમાર્કેટ ચાર રસ્તાથી તરસાલી તળાવ તરસાલી બાયપાસ ને.હાઇવે 48 કપુરાઈ બ્રિજ થી સોમા તળાવ રસ્તે થઈને જે તે બાજુ જઈ શકાશે. આ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

Share :

Leave a Comments