ખાદ્ય પદાર્થોના નાપાસ નમૂનાઓ માટે ફૂડ સેફ્ટી વિભાગે 63 કેસ કરી 42.66 લાખનો દંડ ફટકાર્યો

આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારની દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા

MailVadodara.com - The-Food-Safety-Department-filed-63-cases-and-fined-Rs-42-66-lakh-for-failing-food-samples

- પાલિકા દ્વારા શહેરની મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરેલા ચેકિંગ દરમિયાન 82 કેસોમાં રૂપિયા 1.49નો દંડ કર્યો

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ફરસાણ, મિઠાઇની દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ નમૂનાઓમાંથી હોટલ ગીરનાર, હરીયાલી રેસ્ટોરન્ટ સહિત દુકાનોના નાપાસ થયેલા નમુનાઓ માટે જે તે ફુડ બિઝનેસ ઓપરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરી એડજ્યુકેટીંગ ઓફીસર દ્વારા 63 કેસોમાં રૂપિયા 42,66,300નો દંડ કરવામાં આવેલો છે.

વડોદરા પાલિકા દ્વારા શહેરની મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 82 કેસોમાં રૂપિયા 1,49,000નો દંડ કરવામાં આવેલો છે. જે ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં દૂધ, તેલ, પનીર, મરચા પાવડર, મીઠો માવો, ધાણા પાવડર, ઘી, આઇસ્ક્રીમ વગેરેનો સમાવેશ થતો હતો. જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સૂચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

નમૂનાઓને પૃથક્કરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પબ્લીક હેલ્થ લેબોરેટરીના પૃથક્કરણ રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થયેલા 63 કેસોમાં એજ્યુડીકેટીંગ ઓફિસર (નિવાસી અધિક કલેકટર) સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 63 કેસોમાં જેતે ફુડ બિઝનેસ ઓપરેટરોને રૂપિયા 42,66,300નો દંડ કરવામાં આવેલો છે.

Share :

Leave a Comments