મકરપુરામાં રૂપિયા 2.14 કરોડના ખર્ચે બનાવેલો કોમ્યુનિટી હોલ કોર્પોરેશને આજથી ખુલ્લો મુક્યો

નિઝામપુરા વિસ્તારમાં પણ 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બની રહ્યો છે

MailVadodara.com - The-Corporation-opened-a-community-hall-in-Makarpura-at-a-cost-of-Rs-2-14-crore-from-today

- જાેકે મકરપુરા કોમ્યુનિટી હોલ લોકોને ભાડે લેવા હજુ થોડી રાહ જોવી પડશે!


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 2.14 કરોડના ખર્ચે મકરપુરા વિસ્તારમાં બનાવેલા કોમ્યુનિટી હોલનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. ડો. હોમી ભાભા પ્રાઇમરી સ્કૂલની બાજુમાં, પંપ હાઉસની પાસે આવેલો આ 20મો કોમ્યુનિટી હોલ આજે ખુલ્લો મુકાયો છે. 

વડોદરા શહેરનો મકરપુરા વિસ્તાર મધ્યમ અને નગરો તેમજ વસાહતોમાં વસેલો વિસ્તાર છે. અહીં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે લગ્ન  સહિતના પ્રસંગો યોજવા માટે આ એક નવી સવલત ઊભી થઈ છે, તેમ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું. શુભારંભ પ્રસંગે વિધાનસભાના દંડક, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 


વડોદરા કોર્પોરેશન નિઝામપુરા વિસ્તારમાં પણ 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યો છે, જેનું કામ પૂર્ણ થતાં તે પણ ખુલ્લો મુકવામાં આવશે. જાેકે મકરપુરા કોમ્યુનિટી હોલ લોકોને ભાડે આપવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. આ હોલ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં લાગત અંગેની દરખાસ્ત મંજૂર થયા બાદ સમગ્ર સભાની મંજૂરી મળે તે પછી બુકિંગ શરૂ કરવામાં આવશે. 


અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના વર્ષ 2023 -24ના બજેટમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ ત્રણ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને શુભ પ્રસંગો યોજવા કોર્પોરેશનના ચારેય ઝોન દીઠ ચાર પાર્ટી પ્લોટ બે કરોડના ખર્ચે વિકસાવવા આયોજન કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments