વડોદરાના વેરો ભરનાર કરદાતાઓ હવે 5 જુલાઇ સુધી પાલિકામાં વેરો ભરી શકશે

વડોદરા પાલિકાએ રિબેટ યોજના એક મહિના માટે લંબાવી

MailVadodara.com - Tax-payers-of-Vadodara-can-now-pay-taxes-in-the-municipality-till-July-5

- અત્યાર સુધીમાં 1.07 લાખ લોકોએ 96.33 કરોડ વેરો ભર્યો


વડોદરા મહાનગર પાલિકાએ મિલકતના વેરા અંગે અગાઉની જેમ બાકી રકમ સહિત એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકી છે. જેની મુદ્દતમાં હવે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. કરદાતાઓ હવે 5 જુલાઇ સુધી એડવાન્સ વેરો ભરી શકશે. જેમાં રહેણાંક મિલકતમાં 10 ટકા અને કોમર્શિયલમાં 5 ટકાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત રહેણાંક અને કોમર્શિયલ બંનેમાં ઓનલાઈન પેમેન્ટ કરનાર ગ્રાહકોને 1 ટકો વધારે વળતર મળશે. એટલે કે, રહેણાંકમાં 11 ટકા અને કોમર્શિયલમાં 6 ટકાનું વળતર આપવામાં આવશે.



આ યોજનામાં 5 જૂન સુધીમાં 1.07 લાખ કરદાતાઓએ 96.33 કરોડ રૂપિયાનો મિલકત વેરો ભરપાઇ કર્યો છે. જે પૈકી 61,879 કરદાતાઓએ 55.25 કરોડ રૂપિયા ઓનલાઇન મિલકત વેરો ભર્યો છે. જેમાં કરદાતાઓએ 5.56 કરોડ વળતર તરીકે લાભ મેળવ્યો છે.

અગાઉ આ યોજનાનો અમલ આગામી 5 જૂન સુધી રાખવાની જાહેરાત કરાઇ હતી. જો કે, હવે તેમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. કરદાતાઓ પોતાની મિલકતનો વર્ષ 2023-24નો પ્રોપર્ટી ટેક્ષ આગળના વર્ષોની કોઇ રકમ બાકી હોય તેની સાથે ભરે તો જ આ યોજનાનો લાભ મળશે. આ રિબેટ સામાન્ય કર, પાણી કર, કન્ઝર્વન્સી અને સુઅરેઝ ટેક્ષની રકમ પર મળવા પાત્ર રહેશે.


વર્ષ 2023-24 માટે એડવાન્સ વેરાની પ્રોત્સાહક વળતર યોજના મૂકવામાં આવતા કરદાતાઓને તેનો લાભ મળશે. ચાલુ વર્ષે રહેણાક મિલકતોની જેમ બિન રહેણાક મિલકતો મળીને કુલ મિલકત વેરાના અંદાજિત 8 લાખથી વધારે મિલકત વેરાનાં બિલ થાય છે. કરદાતાઓ મિલકત વેરાની રકમ વહીવટી વોર્ડ નં.1 થી 19ની કચેરીમાં કામકાજના દિવસ દરમિયાન સવારે 9.30 કલાકથી બપોરે 3 વાગ્યા સુધી રૂબરૂ અને પાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન પણ ભરી શકશે.

Share :

Leave a Comments