વડોદરામાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 13 હજાર શહેરી ફેરીયાઓને વ્યવસાય માટે લોન આપવા સર્વે

રસ ધરાવતાં શહેરી ફેરીયાઓએ ફોર્મ માટે યુસીડી પ્રોજેક્ટ શાખાની ઓફીસનો સંપર્ક કરવો

MailVadodara.com - Survey-to-give-loan-to-13-thousand-urban-fairs-for-business-under-PM-Swanidhi-Yojana-in-Vadodara

- અત્યાર સુધીમાં 18,366 લોકોને સિક્યુરિટી વગર એક વર્ષ માટે સાત ટકાના વ્યાજ સાથે લોન અપાઈ, 31,980ને લોન આપવાનો લક્ષ્યાંક

વડોદરામાં શહેરી શેરી ફેરીયા પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં હજુ 13,614 શહેરી ફેરીયાઓની ઓળખ કરવા માટે સર્વે હાથ ધરવા અને તેઓને ધંધા માટે લોન આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ શહેરી ફરિયાઓની અરજી મળતા ઓનલાઈન પીએમ સ્વનિધિ પોર્ટલ ઉપર સબમીટ કરી બેંકમાં મોકલાવી દેવામાં આવશે. વડોદરામાં 31,900 શેરી ફેરીયાઓ છે. જેમાંથી અત્યાર સુધીમાં 18,366 ને પોતાનો રોજગાર ધંધો શરૂ કરવા માટે આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની સિક્યુરિટી વગર એક વર્ષ માટે સાત ટકા વ્યાજ સાથે લોન આપવામાં આવી છે. 


પ્રથમ તબક્કાની લોન ભરપાઈ થતાં બીજા તબક્કામાં 20000 અને તે ભરપાઈ થાય તો ત્રીજા તબક્કામાં 50,000 ની લોન કરાવવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બર સુધીમાં 17,746 ને 10,000ની લોન અપાઈ હતી. જે ભરપાઈ થતાં 2961 ને 20000 ની લોન તથા 36 લોકોને 50000ની લોન અપાઈ હતી. શહેરી ફેરિયાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત આ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ફેરી કરતા 31,980 લાભાર્થીઓને લાભ આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. બાકી રહેલા 13614 લાભાર્થીઓને આવરી લેવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. રસ ધરાવતાં શહેરી ફેરીયાઓએ ઉપરોક્ત લોન સહાયનું અરજી ફોર્મ ભરવા માટે યુસીડી પ્રોજેક્ટ શાખાની ઓફીસ, એસ.એસ.જી. હોસ્પિટલ સામે, સલાટવાડા, વડોદરાનો સંપર્ક તેમજ જે ફેરિયાઓના લોન ફોર્મ અગાઉ ભરાયેલ છે તેઓને સંબંધિત બેંક બ્રાંચનો સંપર્ક કરવા કોર્પોરેશને સુચના આપી છે.

Share :

Leave a Comments