વાસણા ફાયર સ્ટેશનની દિવાલ પાસે ગાંજાનું વેચાણ કરવાના કેસમાં સપ્લાયરની ધરપકડ

વડોદરા એસઓજી પોલીસે ગાંજો સપ્લાય કરનાર આરોપી ફૈસલ પટેલ ઉર્ફે માંજરોને ઝડપ્યો

MailVadodara.com - Supplier-arrested-for-selling-ganja-near-the-wall-of-Vasna-Fire-Station

- આરોપી ફૈસલ પટેલ સામે અગાઉ 5 ગુના નોંધાયેલા છે

- પોલીસે અગાઉ 2 શખ્સોને ઝડપી 1580ના ગાંજા સહિત કુલ 1.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો


વડોદરા શહેરમાં વાસણા ફાયર સ્ટેશનની દિવાલ પાસે ખુલ્લામાં ગાંજાનું વેચાણ કરવામાં કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફૈસલ પટેલની SOG પોલીસે ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ પહેલા પોલીસે 2 શખ્સને વડોદરા SOG પોલીસે ઝડપી પાડ્યા હતા અને 1580 રૂપિયાના ગાંજા સહિત કુલ 1.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

વડોદરાના વાસણા ફાયર સ્ટેશનની દિવાલ પાસે વિજય બોઘાભાઇ મારુ (રહે.રાધિકા સોસાયટી, વાસણા જકાતનાકા પાસે, વાસણા-ભાયલી રોડ, વડોદરા) અને આકાશ મહેશભાઇ માછી (ગાયત્રીનગર, વારસીયા રિંગ રોડ, વડોદરા, મૂળ રહે. માલસર ગામ, તા. શિનોર. જિ. વડોદરા) ગાંજાનું વેચાણ કરે છે, તેવી બાતમી વડોદરા એસઓજીને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી અને બંને આરોપીની ધરપકડ કરી હતી અને ગાંજો સપ્લાય કરનાર આરોપી ફૈસલ ઉર્ફે માંજરો અબ્બાસભાઇ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ફૈસલ પટેલની પણ ધરપકડ કરી છે અને તેની પાસેથી 2 મોબાઈલ જપ્ત કર્યા છે.

ફૈસલ પટેલ વિજય અને આકાશને રોજના 300 રૂપિયાની મજૂરી આપીને ગાંજાનું વેચાણ કરવા માટે આપતો હતો. આરોપી ફૈઝલ પટેલ આકાશ માછીનો બનેવી છે. પોલીસે વિજય અને આકાશ પાસેથી 1580 રૂપિયાની કિંમતનો ગાંજો, 2 મોબાઇલ, 2 ટુ વ્હીલર, 4400 રૂપિયા રોકડા મળીને કૂલ 1,11,480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ફૈસલ પટેલ સામે અગાઉ જે.પી. રોડ અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં 5 ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments