પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન વડોદરાથી 6 મેથી 24 જૂન 2023 સુધી (કુલ 8 ટ્રીપ) અને હરિદ્વારથી દર રવિવારે 7 મેથી 25 જૂન 2023 સુધી કુલ 8 ટ્રીપ દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર- 09129 વડોદરા - હરિદ્વાર સ્પેશિયલ 6 મેથી 24 જૂન, 2023 સુધી દર શનિવારે 19:00 કલાકે વડોદરાથી ઉપડશે અને દર રવિવારે 14:30 કલાકે હરિદ્વાર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 09130 હરિદ્વાર - વડોદરા સ્પેશિયલ 7 મેથી 25મી જૂન, 2023 સુધી દર રવિવારે 17:20 કલાકે હરિદ્વારથી ઉપડશે અને દર સોમવારે 11:25 કલાકે વડોદરા પહોંચશે.
રૂટમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા જંક્શન, હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર, તાપરી અને રૂરકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. આ ટ્રેન માટે પેસેન્જર રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.