વડોદરામાં રખડતાં ઢોરોની એકથી વધુ ફરિયાદ નોંધાઈ હોય તેની સામે કાર્યવાહી કરવા સૂચન

વડોદરા કોર્પોરેશન દ્વારા નવાપુરા અને બાપોદ પોલીસને પત્ર લખાયો

MailVadodara.com - Suggest-action-against-more-than-one-complaint-of-stray-cattle-in-Vadodara

- વારસિયા અને નવાપુરા વિસ્તારના પશુપાલકો સામે એકથી વધુ ફરિયાદ થઈ છે!

રખડતાં ઢોરોને કારણે લોકોને અગવડોનો સામનો કરવો પડતો હોય છે. રખડતા ઢોરોના કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે કોર્પોરેશને રખડતાં ઢોરોના માલિકો કે જેમની સામે એકથી વધુવાર ફરિયાદ નોંધાઈ છે તેમની સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચન કરાયું છે.

કોર્પોરેશન અવાર-નવાર રસ્તા પર ઢોર ખુલ્લા મૂકવા માટે ભરવાડો સામે ફરિયાદ કરતું હોય છે. એવામાં જે ભરવાડ અવાર-નવાર ઝડપાતા હોય છે, તેવા ભરવાડો સામે શહેરના 2 મથકોમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન દ્વારા પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી શિવાજીપાર્ક સોસાયટીમાં રહેતા જગદીશ ભરવાડ સામે બાપોદ અને વારસિયા પોલીસ મથકમાં વર્ષ 2022 અને 2021માં ફરિયાદ નોંધવામાં આવી હતી. તો બીજી તરફ નવાપુરા વિસ્તારના રબારીવાસમાં રહેતા ગોવિંદ રબારીની વિરુદ્ધ પણ વર્ષ 2020 અને 2022માં નવાપુરા અને મકરપુરા પોલીસ મથકમાં ઢોર ખુલ્લા મૂકવા માટે ફરિયાદ નોંધાવાઈ હતી.

આ બંને ભરવાડો સામે એકથી વધુ વાર ઢોર રસ્તા પર ખુલ્લા મૂકવા માટે ગુનો નોંધાયા છે, જેના કારણે કોર્પોરેશને આ બાબતની ગંભીરતા લઈને નવાપુરા પોલીસ અને બાપોદ પોલીસ મથક સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. પત્રમાં કોર્પોરેશને પોલીસ મથકોને ભરવાડો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું.

Share :

Leave a Comments