ઘૂળેટી પર્વ નિમિત્તે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર અને જિલ્લામાં પોલીસનો કડક બંદોબસ્ત

કોઇને કે પોતાને હાની કે ઇજા થાય તેવી પ્રવૃતિ તેમજ કાયદો અને વ્યવસ્થા પરીસ્થિતિ કથડે તેવું કોઇપણ પ્રકારનું વર્તન કરવા પર પ્રતિબંધ

MailVadodara.com - Strict-police-deployment-in-city-and-district-to-maintain-law-and-order-on-the-occasion-of-Ghuleti-Parva

આવતીકાલે ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા સહુ કોઈ થનગની રહ્યા છે. અબીલ ગુલાલની છોળો વચ્ચે એકબીજાને રંગ લગાવી ઉલ્લાસ અને ઉમંગના પર્વની ઉજવણી માટે શિડયુલ બનાવી લોકોએ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન પણ સજજ બન્યું છે. 

આપણા નાના-મોટા સૌને ગમતીલા તહેવારોમાંનો એક આ રંગોત્સવ છે. પ્રહલાદ અને હોલિકાની કથા સાથે જોડાયેલ આ ધાર્મિક પર્વને અવસરે રાધા-ક્રિષ્નાની રંગે રમતી તસ્વીરો નજર સમક્ષ આવી જ જાય. બાળકો અને યુવાઓ તો આ રંગપર્વની ભારે ઉત્સુક્તાથી રાહ જોતા હોય છે.  આવતીકાલે રંગોના પર્વ ઘૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. 


વડોદરા શહેર સહિત રાજ્યભરના લોકો રંગોના આ પર્વને ઉલ્લાસભેર ઉજવવા આતુર છે. યુવાઓ રંગબેરંગી કલર, પીચકારી, ખજૂર-ચણા-ધાણી અને રેઇન ડાન્સ દ્વારા આ રંગોત્સવની ઉજવણી કરશે. અનેક મંદિરોમાં ધૂળેટી નિમિત્તે ભગવાનને ફુલોથી હોળી રમાડાશે. ધૂળેટી પર્વની ઉજવણી માટે લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળજી રાખવા જેવી બાબત એ છે કે, જાત-જાતના પાકા રંગો એકબીજાને લગાવવાનું દૂષણ એ ક્રૂર મજાક સમાન છે. આનંદના અતિરેકમાં ક્યારેક આપણે એકબીજાને આવા કેમિકલયુક્ત રંગોથી નુકસાન કરીએ છીએ. ચામડીના રોગ થવા સાથે આંખ, કાન, નાક દ્વારા શરીરમાં જતા આવા કલરો નુકસાની નોંતરે છે. જેથી મોટાભાગના લોકો ગુલાલ તેમજ કેસૂડાના નેચરલ રંગ, કંકુ કે લાલ-પીળા-લીલા સૂકા રંગોથી જ પર્વ મનાવવાની વાત પર ભાર મૂકે છે. 

ખાસ કરીને જાહેર રસ્તા ઉપર  રંગ પાણી ભરેલા ફુગ્ગાઓ, રંગ મીશ્રીત પાણી, કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ કે તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ, વાહન ચાલકો કે વાહનો પર ફેંકવા પ્રતિબંધ છે. આ ઉપરાંત તે માટેના સાધનો લઇ જાહેર રસ્તા ઉપર દોળવા, પોતાના હાથમાં રાખી કોઇને કે પોતાને હાની કે ઇજા થાય તેવી કોઇપણ પ્રવૃતિ કરવા કે અન્ય કોમની લાગણી દુભાય, કાયદો અને વ્યવસ્થા પરીસ્થિતિ કથડે તેવું કોઇપણ પ્રકારનું વર્તન કરવા પર પ્રતિબંધ છે.

Share :

Leave a Comments