પાદરાના ભોજ ગામમાં શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 10 જેટલી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત

બે જૂથ વચ્ચે પથ્થરમારો, ઘટનાને પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવાયો

MailVadodara.com - Stone-pelting-on-Shri-Rams-procession-in-Bhoj-village-of-Padra-10-more-women-injured

- 4 વાગ્યે શોભા યાત્રા બેલીમ વિસ્તારમાં પહોંચતા જ આસપાસની અગાસીઓ પરથી પથ્થરમારો શરૂ થતાં લોકોમાં નાસભાગ મચી

આજ રોજ 22 જાન્યુઆરીના અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને સમગ્ર દેશ આજે રામ ભક્તિના રંગમાં રંગાયો છે. ત્યારે વડોદરામાં કોમી છમકલાની ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના ભોગ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે. બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 10 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ઘટનાને પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બંને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ઓછો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટના બાદ પોલીસનો પૂરતો કાફલો પહોંચ્યો છે. કોણે પથ્થરમારો કર્યો તે અંગે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમાજવટ બાદ મામલો થાળે પડ્યો છે.

હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામેઠાથી સ્કૂટર રેલી નિકળી હતી. એક પછી એક ગામમાં કરી રેલી રસ્તામાં આવતા ગામો બાદ ભોજ ગામમાં પહોંચી હતી. જ્યાં પથ્થરમારો થતાં મહિલાઓને સામાન્ય ઇજા પહોંચી હતી. આ રેલી વિવિઘ ગામમાં ફરી પાદરા ભાથુજી મંદિર સંપન્ન થવાની હતી. પાદરાના પીઆઈ તડવીએ જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેથી વઘુ મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી, હાલ શાંતિ છે.


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યાના અરસામાં નીકળેલી યાત્રા ફરતી ફરતી બેલીમ વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક જ આસપાસની અગાસીઓ પરથી યાત્રા પર પથ્થરમારો શરૂ થતા લોકોમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ખેરાલુના બેલીમ વિસ્તારમાં જે પથ્થરમારાની ઘટના બની છે તેના જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. તેમાં અગાસીઓ પરથી યુવકોની સાથે કેટલીક મહિલાઓ અને યુવતીઓ પણ પથ્થરો ફેંકતા જોવા મળી હતી.


થયા રામ ભગવાનની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં 10 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. ખેરાલુના 62 વર્ષીય પ્રવીણ ભાઈ અંબાલાલ બારોટ લગ્નપ્રસંગમાંથી આવતા હતા એ દરમિયાન કેટલાક અસામાજીક તત્વોના ટોળાએ તેઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમા પ્રવીણ ભાઈને માથામાં અને હાથે ઇજાઓ થતા તેઓને વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના માથામાં 8 ટાંકા અને હાથ પર ફ્રેકચર થયું હતું.

Share :

Leave a Comments