શહેરના કિર્તીસ્તંભ નજીકના મેદાનમાં શ્રીજીની પ્રતિમાઓના વેચાણ માટે સ્ટોલ લગાવવાનું શરૂ

19મીએ શ્રીજીની સ્થાપના થશે, જન્માષ્ટમીથી પ્રતિમાનું વેચાણ શરૂ કરાશે

MailVadodara.com - Stalls-for-selling-idols-of-Sriji-started-in-the-ground-near-Kirtistambha-in-the-city

- હાલ મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે


આગામી ગણેશોત્સવને લઇને શહેરના કિર્તીસ્તંભ નજીકના મેદાનમાં મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વેચાણ માટેના સ્ટોલ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.


મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કલાનગરી, સંસ્કારી નગરી અને ધાર્મિક નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી, ભક્તભાવભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી દસ દિવસના આતિથ્ય માણવા જ્યારે ગણેશજી પધારે છે, ત્યારે તેમના આગમનથી વિસર્જન સુધીના દિવસોમાં વડોદરા શહેર શ્રીજીમય બની જાય છે. ભક્તિસભર માહોલમાં વડોદરાની રંગત કંઈક અનેરી હોય છે, જેને નિહાળવા ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી તથા ઘણાં ભારતીયો વિદેશથી ખાસ શહેરમાં આવતા હોય છે.


આગામી 19મી સપ્ટેમ્બરથી જ્યારે શ્રીજીની સ્થાપના થશે ત્યારે તે અગાઉ વડોદરા શહેરના કિર્તીસ્તંભ નજીકના મેદાનમાં અત્યારથી જ મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વેચાણ માટે સ્ટોલ લગાવવામાં આવી રહ્યાં છે, જે જન્માષ્ટમીથી વેચાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવશે. અહીં લોકો દર વર્ષે શ્રીજીની પ્રતિમાઓની ખરીદી કરતા હોય છે. હાલમાં મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



Share :

Leave a Comments