બોલો,સરસિયા તળાવ નજીક પકડેલી ગાય પાલિકાની ઢોર પાર્ટીએ છોડી મુકી..!

આ કેવી ઢોર પાર્ટી..?

MailVadodara.com - Speak-the-cow-caught-near-Sarsia-lake-was-released-by-the-municipal-cattle-party

- હંમેશા વિવાદમાં રહેતી ઢોર પાર્ટી કોઈ નેતાનું દબાણ આવ્યું કે ગૌપલકો સાથે સાઠ ગાંઠ..?


રખડતા ઢોર પકડતી પાલિકાની ઢોર પાર્ટી ની શંકાસ્પદ કામગીરી પ્રકાશમાં આવી છે. સરસિયા તળાવ નજીક પકડેલી બે ગાય પૈકી એક ગાય ઢોર પાર્ટીએ જાતે છોડી દીધી હતી.

    હંમેશા શંકાના દાયરા મા આવતી પાલિકાની ઢોર પાર્ટી વડોદરામા રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવામાં સદંતર નિષ્ફ્ળ ગઈ છે. ઢોર પાર્ટી પર ગૌપલકો દ્વારા હુમલા અને ગાયો છોડાવી જવાના બનાવો છાશવારે પ્રકાશમા આવે છે.  જો પાલિકાના કહેવાતા કુશળ અને જાંબાઝ અધિકારીઓ પાસે આવી પરિસ્થિતિ ખાળવાનો કોઈ ઈલાજ નથી. એવામાં ફરી એકવાર ઢોર પાર્ટી ની શંકાસ્પદ કામગીરી પ્રકાશમાં આવી છે. યાકુતપુરા નજીક સરસિયા તળાવ પાસે ગાય પકડવા ગયેલી ઢોર પાર્ટી એ બે ગાયો પકડી હતી. ઢોર પાર્ટીએ ગાય પકડી તળાવ નજીકનાં એક કંપાઉન્ડમા કોર્ડન કરી હતી. ગાયો ઢોર પાર્ટીમાં ભરવાને બદલે નવાઈ વચ્ચે બે પૈકી એક ગાય ઢોર પાર્ટીએ છોડી મુકી હતી.


ગાયને છોડી મુકતા ગાય બિન્ધાસ્ત પાછી રેઢી થઈ ગઈ હતી. આ દ્રશ્યો જોઈ સ્થાનિક રહીશો પણ દંગ રહી ગયા હતા. અહીં સવાલ એ છે કે ગાય છોડી મુકવાની હતી તો પકડી શું કામ ? શું ઢોર પાર્ટીએ ગૌપાલક સાથે સાઠ ગાંઠ કરી ? કે પછી કોઈનો ફોન આવ્યો ? ઢોર પાર્ટી પર કોનું દબાણ આવ્યું એની તપાસ ના થવી જોઈએ ? ઢોર પાર્ટીના ફરજ પરના અધિકારી આ ખેલ કેમ જોતા રહ્યા ? શું ઢોર પાર્ટીએ પકડેલી ગાય છોડી દીધી એનું કારણ શું હોઈ શકે ?

આવા અનેક સવાલોના જવાબ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ શોધવા જોઈએ

Share :

Leave a Comments