વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પોલીસના નિયમોનો ભંગ કરનાર સંચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી છે.
અકોટા સ્ટેડિયમ પાસે ઉજ્જવલ કોમ્પલેક્ષમાં આવેલા પેરેડાઇઝ સ્પામાં પોલીસની ટીમે તપાસ કરતા ગ્રાહકોનું રજીસ્ટર મેન્ટેન નહીં કરવામાં આવતું હોવાનું જણાઉ આવ્યું હતું. જ્યારે સ્પામાં કામ કરતી યુવતીઓનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું ન હતું. જેથી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર સ્પાના મોક્ષક પ્રકાશભાઈ પંચાલ (રહે. યોગી દર્શન સોસાયટી, રિલાયન્સ મોલ પાસે, ઓપી રોડ) ની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.