- બાઈક ઉઠાવી જનારની માનસિક સ્થિતિ સામાન્ય નથી : પો.ઇ.
- શહેરમાં ધારાસભ્યનો પેટ્રોલપંપ સલામત નથી, બીજી તરફ કોન્સ્ટેબલની બાઈક કોઈ ઉઠાવી જાય તો સામાન્ય જનતા ની સલામતી કેટલી..???
વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથક બહાર પાર્ક કરેલી કોન્સ્ટેબલની બાઈક ગુમ થતાં ચકચાર મચી હતી. પોલીસનું કહેવું છે કે બાઈક ઉઠાવી જનાર ની માનસિક સ્થિતિ સામાન્ય નથી.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે એ તાજેરતમાં બનેલા બે બનાવો પરથી સમજી શકાય છે. પૂર્વ વિસ્તાતમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ના પેટ્રોલપંપ પર હથિયાર ધારી લૂંટારુઓ રૂપિયા ૯૦ હજારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જો કે બાદમાં બાપોદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવ ને ગણતરીના દિવસો વીત્યા છે ત્યાં મકરપુરા પોલીસ મથક ના કોન્સ્ટેબલની બાઈક કોઈ ઉઠાવી ગયું હતું. નવાઈની વાત એ છે કે પોલીસ મથક બહાર પાર્ક કરેલી બાઈક મોડી રાત્રે કોઈ ઉઠાવી ગયું અને પોલીસને ખબર શુદ્ધા ના પડી. આ અંગે મકરપુરાના પો. ઇ. પરમારનું કહેવું છે કે બાઈક લઈ જનાર ની ઓળખ થઈ ચુકી છે અને તેની માનસિક સ્થિતિ સામાન્ય નથી. એ વ્યક્તિ રાત્રીના સમયે કોન્સ્ટેબલની બાઈક પોલીસ સ્ટેશનની બહારથી દોરીને લઈ ગયો હતો. અહીં સવાલ એ છે કે પોલીસ મથકની બહાર પાર્ક કરેલી બાઈક કોઈ ઉઠાવી જાય ત્યાં સુધી પોલીસને ખબર કેમ ના પડી ? મકરપુરા પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.