મારી માટી મારો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરસાગર તળાવ ખાતે ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા અમૃતવાટિકા માટે માટી એકત્ર કરવામાં આવી હતી.
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 9 થી 23 ઓગસ્ટ દરમિયાન મારી માટી મારા દેશના સૂત્રને સાર્થક કરવા આવવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સમગ્ર દેશમાં દિલ્હી ખાતે અમૃતવાટિકા બનાવવામાં સહભાગી બનવા નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ ઉત્સુક જોવા મળી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આજે ડેપ્યુટી મેયર નંદાબેન જોશીની ઉપસ્થિતિમાં સુરસાગર તળાવ પાસે મહારાણી કન્યા વિદ્યાલય અને મહાત્મા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા માટી એકત્ર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે માટી એકત્ર કરી કળશ દ્વારા દિલ્હી મોકલવામાં આવનાર છે. આજે બંને શાળાના સંચાલકો આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની દેશભક્તિની ભાવનાને ડેપ્યુટી મેયર નંદાબેન જોષીએ બિરદાવી હતી.