વડોદરા કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં 5543 પેન્શનરોએ હયાતી અંગેની ખાતરી કરાવી

30 એપ્રિલ સુધીમાં હયાતી કરાવી લેવા કોર્પોરેશન દ્વારા સૂચના

MailVadodara.com - So-far-5543-pensioners-have-been-assured-of-survival-in-Vadodara-Corporation

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ 8454 જેટલા પેન્શનર અને ફેમિલી પેન્શનરો પેન્શન મેળવે છે. જેમાંથી 5543 પેન્શનરો દ્વારા અત્યાર સુધીમાં પોતાની હયાતી અંગેની ખાત્રી કરાવી લીધી છે. આ વર્ષે હયાતી અંગેની પ્રકિયા નવતર અભિગમ અપનાવી સરકારના જીવન પ્રમાણ અને આધાર ફેસઆરડી થકી હયાતી અંગેની પ્રકિયાને ઓનલાઇન કરી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા ઉભી કરેલ છે.

જીવન પ્રમાણ દ્વારા તારીખ 18 સુધીમાં 8686 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થયેલ છે. જે પૈકી વડોદરા મહાનગરપાલિકાના ડેટા બેઝ સાથે 5543 લાઈફ સર્ટિફિકેટ મેચ થતા આ તમામની નોંધ થઈ છે, જ્યારે 2163 સર્ટીફીકેટ એવા છે કે જે એક કે વધુ વખત જનરેટ થયેલ છે જ્યારે 980 નામંજુર થયેલ છે. પેન્શનરોએ હયાતીની પ્રક્રિયા વખતે ખોટી એન્ટ્રી કરી હોવાના કારણે ના મંજુર થયેલ છે. પેન્શનરોને ઘેર બેઠા હયાતીની સુવિધા મળી રહે તેના ભાગરૂપે મહાનગરપાલિકામાં પ્રથમ વખત આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જે લોકોની હયાતી નામંજુર થયેલ હોય અથવા તો હયાતી કરાવવાની બાકી છે તેને તારીખ 30 એપ્રિલ સુધીમાં હયાતી કરાવી લેવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે.

Share :

Leave a Comments