- ટ્યુશન ક્લાસના સંચાલક પત્ની સાથે મૂળ વતન સેલવાસ ગયા હતા
શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ટ્યુશન ક્લાસના સંચાલક પત્ની સાથે મૂળ વતન સેલવાસ ગયા હતા. ત્યારે તસ્કરો તેમના મકાનમાં ઘૂસ્યા હતા અને કબાટમાંથી રોકડા 50 હજાર અને પાર્કિંગમાં મૂકેલી કાર મળી 95 હજારની મતાની ચોરી કરી પાલન થઈ ગયા હતા. ગોરવા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધ ખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્રીજી નિર્માણ સોસાયટીમાં રહેતા રેજીનાલ્ડ ગ્રેગોરી ડિપેનહા પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ ચલાવે છે. તેમણે ગોરવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત 6 જૂનના રોજ સવારે 9 વાગ્યાના સુમારે મારા ઘરને લોક કરી અને અમારી કાર ઘરના પાર્કીંગમાં પાર્ક કરી હું અને મારી પત્ની માલીનીબેન સાથે અમારા મુળ વતન સેલવાસ ખાતે ગયા હતા. 11 જૂનના રોજ સવારના દશેક વાગ્યાના આસપાસ મને મારી પાડોશમાં રહેતા આરતીબેનનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમારા ઘરનો નકુચો તૂટેલો છે તમારા ઘરમા ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે તાત્કાલીક સેલવાસથી વડોદરા આવવા માટે રવાના થયા હતા. ગઈકાલે બુધવારના રોજ સાંજના સાતેક વાગ્યે અમારા ઘરે આવી તપાસ કરતા પાર્કીંગમાં ફોર કાર મળી આવી ન હતી. ઉપરાંત મારા ઘરમાં કબાટમાં 50 હજાર ગાયબ હતી. જેથી રોકડ રકમ અને કાર મળી 95 હજારની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ગોરવા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.