વડોદરામાં પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટીમાંથી રોકડની ચોરી

પેલેસ રોડ પર આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા

MailVadodara.com - Smugglers-strike-legendary-Kashi-Vishwanath-temple-in-Vadodara-steal-cash-from-donation-box

- આજે નિત્યક્રમ મુજબ સવારે 5 વાગ્યે પૂજારી ઉઠ્યા ત્યારે ચોરીની જાણ થઈ

- ટોળકી અંદાજે 65 હજાર રોકડ લઈ ગઈ હોવાનું ટ્રસ્ટીએ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી


વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચોર ટોળકી મંદિરોને નિશાન બનાવી રહી છે. પેલેસ રોડ પર આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ ગઈકાલે મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ગર્ભ ગ્રુહમાં મૂકેલી દાન પેટી તોડી નાખી હતી. તેમજ નજીકમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર, ગણપતિ મંદિરની તથા હનુમાનજી મંદિરની દાન પેટી તૂટેલી હતી. રાત્રે 11.30 સુધી તો મંદિરમાં ભજન સંધ્યા ચાલતી હતી. સવારે પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ પૂજારી ઉઠ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. ચોર ટોળકી અંદાજે 65 હજાર રોકડા લઈ ગઈ હોવાનું ફરિયાદ ટ્રસ્ટી ધનંજય પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Share :

Leave a Comments