વડોદરામાં માળી કામ કરતા પરિવારના મકાનમાંથી તસ્કરો ચાંદીના ઘરેણાં અને રોકડ ચોરી કરી ફરાર

બંધ મકાનના પાછળની બારીની ગ્રીલ તૂટેલી જોતા પરિવાર ચોકીં ઉઠ્યો

MailVadodara.com - Smugglers-stole-silver-jewelery-and-cash-from-the-house-of-a-gardener-family-in-Vadodara

- ચોરી કોઇ જાણભેદુ દ્વારા કરાઇ હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી

શહેરના આજવા રોડ ઉપર રહેતા અને માળી કામ કરતા પરિવારના મકાનમાંથી તસ્કરો રૂપિયા 37 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બંને બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત આજવા રોડ પર આવેલી 43, બંસી એક્ઝોટીકા તુલસી આંગન સોસાયટીમાં સરોજભાઇ ચંદ્રીકા પરિવાર સાથે રહે છે. અને માળી કામ કરે છે. તેઓ પાણીગેટ વિસ્તારમાં માળી કામ માટે ગયા હતા. અને તેમની પત્ની અને 8 વર્ષની દીકરી સોનાક્ષી મકાનને તાળું મારી ગાર્ડન અંગેની ચિજવસ્તુઓનું વેચાણ કરતી દુકાને ગયા હતા.

બપોરના સમયે સરોજભાઇની દીકરી સોનાક્ષી ઘરે પરત ફરી હતી અને મુખ્ય દરવાજાને મારેલું તાળું ખોલી દરવાજો ખોલવા માટે ધક્કો માર્યો હતો. પરંતુ, દરવાજો અંદરથી બંધ હતો. આથી તેણે આ અંગેની જાણ માતા-પિતાને કરતા તેઓ ઘરે પહોંચી ગયા હતા. સરોજભાઇએ દીકરીને મકાનની બારીમાંથી ઘરમાં મોકલી દરવાજો ખોલાવ્યો હતો.

મકાનમાં ગયા બાદ પરિવારે મકાનના પાછળની બારીની ગ્રીલ તૂટેલી જોતા અને તિજોરીનો સામાન વેર-વિખેર જોતા ચોકીં ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા કોઇ અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશી તિજોરીમાં મુકેલ ચાંદીના સિક્કા તેમજ અન્ય ચાંદીના ઘરેણાં ઉપરાંત રોકડ રૂપિયા 30,000 મળી રૂપિયા 37 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા.

આ બનાવ અંગે સરોજભાઇ ચંદ્રીકાએ બાપોદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી ગઇ હતી અને સરોજભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ચોરી કોઇ જાણભેદુ દ્વારા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવે સોસાયટીમાં ચકચાર મચાવી મૂકી હતી.

Share :

Leave a Comments