પાદરામાં મોડી રાત્રે ઘરની પાછળ આવેલી બારી તોડી તસ્કરો દાગીના સહિત 3.77 લાખની મત્તા ચોરી ગયા

લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે પરત આવેલા ઘરના તમામ સભ્યો બહાર સુઈ ગયા હતા

MailVadodara.com - Smugglers-stole-jewelery-worth-Rs-3-77-lakh-after-breaking-the-rear-window-of-a-house-in-Padra-late-at-night

- તસ્કરોએ ફ્રિજના ઠંડા પાણી અને ખજૂરની મિજબાની પણ માણી


વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે પાદરાના જાસપુર ગામમાં આવેલા હરિપુરા વિસ્તારમાં તસ્કરોએ 30 હજારની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ 3.77 લાખની મત્તાની ચોરી કરી હતી અને તસ્કરોએ ફ્રિજમાં મુકેલી પાણીના બોટલ સાથે ખજૂરની મિજાબાની પણ માણી હતી અને ત્યારબાદ તસ્કરો પલાયન થઇ ગયા હતા.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા જાસપુરના હરિપુરા વિસ્તારમાં રહેતા અજયસિંહ વાઘેલા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હાજરી આપવા ગયા હતા અને મોડી રાત્રે લગ્ન પ્રસંગમાંથી પરત આવીને ઘરના તમામ સભ્યો ઘરની બહાર સુઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલી બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ફ્રિજ માં મુકેલી ઠંડા પાણીના બોટલ સાથે ખજૂરની મિજાબાની કરી હતી અને ત્યારબાદ ઘરમાં મુકેલી તિજોરીના તાળા તોડીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગી સહિત રોકડ રકમ લઇ તસ્કરો પલાયન પલાયન થઇ ગયા હતા.


જોકે મકાનની પાછળના ભાગે રેહતો ભાઈ વહેલી સવારે ઉઠી પોતાના ભાઈને મળવા આવી રહ્યો હતો, ત્યારે તેની નજર ભાઈના ઘરની પાછળના ભાગની તૂટેલી બારી પર પડી અને તુરંત આ અંગે તેને તેના ભાઈને જાણ કરી હતી. જેથી ભાઈએ ઘરમાં જઈને તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ મુકેલ તિજોરી પણ ખુલ્લી હતી, જેથી ચોરી થઇ હોવાનો અંદાજ આવી જતા સમગ્ર મામલે પાદરા પોલીસને જાણ કરી હતી.


પાદરાના જાસપુર ગામના હરિપુરા વિસ્તારમાં ચોરી થઇ હોવાની જાણકારી મળતા પાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં અજયસિંહ વાઘેલાના ઘર નજીક આવેલા ખેતરમાંથી તસ્કરોએ ફેંકી દીધેલા થેલાઓ મળી આવ્યા હતા.


ફરિયાદી અજયસિંહ વાઘેલા સમગ્ર મામલે જાણવ્યું હતું કે, જાસપુરના હરિપુરા વિસ્તારમાં લગ્ન હોવાથી પરિવાર સાથે લગ્નમાં જઈને રાતે ઘરે આવીને ઘરની બહાર તમામ સભ્યો સાથે સુઈ ગયા હતા, ત્યારે તસ્કરોએ મોડી રાતે મકાનની પાછળના ભાગે આવેલી બારી તોડી હતી. તેમાંથી ઘરમાં પ્રવેશ કરી મકાનની રૂમમાં મુકેલ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને 30 હજાર રોકડાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા અને મકાનમાંથી અન્ય થેલાઓ અને બેગની ઉઠાંતરી કરી નજીકના ખેતરમાં ફેંકી દીધા હતા સાથે ફ્રિજમાં મુકેલા ઠડા પાણી ના બોટલ અને ખજૂરની મિજાબાની પણ તસ્કરોએ માણી હતી.

Share :

Leave a Comments