વડોદરામાં શ્રીરામ સેન્ટીંગના ગોડાઉનમાંથી તસ્કરો કન્સ્ટ્રક્શનનો સામાન અને રોકડની ચોરી કરી ફરાર

ગોડાઉનના માલિક તેજસ સખીયાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Smugglers-stole-construction-goods-and-cash-from-the-godown-of-Sriram-Santing-in-Vadodara

સેન્ટીંગની પ્લેટો અને રોકડ રકમ સહિત કુલ 82,800 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા

વડોદરાના શ્રીરામ સેન્ટીંગના ગોડાઉનમાંથી તસ્કરો સેન્ટીંગ પ્લેટો અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા અને તસ્કરો CCTVનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. આ મામલે ગોડાઉનના માલિકે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સીલ્ક બંગ્લોઝમાં રહેતા તેજસ ચંદુભાઇ સખીયા (ઉ.33)એ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું અનુર એસ્ટેટ એમ.એમ.વ્હોરા શો-રૂમ સામે શ્રીરામ સેન્ટીંગ નામનું ગોડાઉન ચલાવું છું. અમે કન્સ્ટ્રક્શનને લગતો સામાન ભાડે આપીએ છીએ અને મારે ત્યાં 3 મજૂરો કામ માટે આવે છે. 18 એપ્રિલના રોજ સાંજે 6.30 વાગ્યે હું મારું ગોડાઉનને લોક મારીને ઘરે ગયો હતો અને બીજા દિવસે 19 એપ્રિલના રોજ સવારે હું ગોડાઉન પર પહોંચ્યો હતો. આ સમયે સામાનની હેરફેર માટે રાખેલો ટેમ્પો બહાર હતો અને મેઇન ગેટ ખુલ્લો હતો અને લોક તૂટેલું હતું. અંદર જઈને જોતા ઓફિસનું શટરનું લોક પણ તૂટેલું હતું. 

આ ઉપરાંત અંદરના ભાગે લગાવેલા એલ્યુમિનિયમ સેક્શનનું લોક તૂટેલું હતું. વધુ તપાસ કરતાં રૂપિયા 55 હજારની કિમતની સેન્ટીંગની 100 નંગ પ્લેટો, રૂપિયા 1800ની કિમતની લોખંડની પાટો અને રોકડ રકમ 20 હજાર સહિત કુલ 82,800 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થઈ ગયેલો હતો અને તસ્કરો 6 હજારની કિમનતું CCTVનું ડીવીરઆર પણ ચોરી કરી ગયા હતા. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે અને વાડી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments