વારસિયામાં બંધ મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં, રોકડ સહિત અંદાજે 9 લાખની મતા ચોરી ફરાર

વેપારી પરિવાર જૂના મકાનને લોક કરી નવા ખરીદેલા ફ્લેટમાં સુવા માટે ગયા હતા!

MailVadodara.com - Smugglers-stole-around-9-lakhs-including-gold-and-silver-ornaments-cash-from-a-locked-house-in-Warsia

- તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ હરીઓમ સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. વેપારી પરિવાર સાથે નવા ફ્લેટમાં સુવા જતા વારસિયા ખાતે તેમના બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કરો રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણા સહિત અંદાજે 9 થી 10 લાખની મત્તા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને ફરિયાદના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી હરિઓમ સોસાયટીમાં આવેલ મકાન નંબર સી 13 માં રહેતા વેપારી અનિલ બુધવાણીએ જણાવ્યું હતું કે, સુપર બેકરી ત્રણ રસ્તા પાસે નવો ફ્લેટ ખરીદ્યો હતો. જેથી વારસિયાના જુના મકાનને લોક કરી રાત્રે ત્યાં પરિવાર સાથે સુવા માટે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે ઘરે પરત આવતા ચોરી થયાની જાણ થઈ હતી. અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી સામાન વેર-વિખેર કરી તિજોરીમાંથી વેપારના રૂ. 2.54 લાખ રોકડા, માતાની બચતની રોકડ રકમ રૂ. 38 હજાર, સોનાનું મંગળસૂત્ર, વીટી, બુટ્ટી, ચેન અને દોઢ કિલો ચાંદી સહિત અંદાજે 9 થી 10 લાખની મતા ચોરી ફરાર થઈ ગયા છે. જેના કારણે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થાય છે. જોકે, તપાસ બાદ ચોરી અંગેનો ચોક્કસ આંકડો સામે આવશે.

Share :

Leave a Comments