ગોત્રી વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ અને ઘરેણાં ચોરી ગયા

સંકેત પાર્કમાં રહેતા ફિલિપ માથુરે અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Smugglers-raided-a-locked-house-in-Gotri-area-stole-cash-and-jewellery

- ગોત્રી  વિસ્તારના સંકેત પાર્કમાં રહેતું દંપતિ મોડી રાત્રે ૩ વાગે બહેનની ખબર કાઢવા વાસણા ગયું હતું

શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતું સિનિયર સિટિઝન દંપતિ રાતે ત્રણ વાગે બહાર ગયા તે સાથે જ ચોરોએ તેમના મકાનમાં હાથફેરો કર્યો હોવાનો બનાવ બન્યો છે.

વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર સામે સંકેત પાર્કમાં રહેતા ફિલિપ માથુરે અકોટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઇ તા.૨૧મીએ રાતે ત્રણેક વાગે મારા બહેનની ખબર કાઢવા માટે અમે વાસણા ગયા હતા. સવારે સાડા છ વાગે પાડોશીએ અમારા મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી. તપાસ કરતાં ચોરો મુખ્ય દરવાજાનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૂપિયા ૭ હજાર અને સોના- ચાંદીના દાગીના મળી રૂપિયા અડધો લાખની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે.   

Share :

Leave a Comments